GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત દૂષિત પાણીથી પ્રજામાં ભારે આક્રોશ;

સંતરામપુર નગરપાલિકા દવારા શિકારી ફળિયામાં ૮ દિવસે આપવામાં આપવામાં આવેલું પીવાનું પાણી ગંદુ માટી વાળું.

રોગચાળાની ભીતિ !!??

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર

​ દુર્ગંધયુક્ત દૂષિત પાણીથી પ્રજામાં ભારે આક્રોશ;

 



સંતરામપુર નગરપાલિકા પ્રજાને શુદ્ધ અને ફિલ્ટર યુક્ત પાણી આપવાના કરોડો રૂપિયાના ખર્ચે મોટા-મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા તદ્દન ઊંધી અને આરોગ્ય માટે અતિ ખતરનાક ચિત્ર રજૂ કરી રહી છે.

​સંતરામપુર નગરના શિકારી ફળિયા વિસ્તારમાં સળંગ ૮-૮ દિવસના લાંબી રાહ જોયા બાદ જ્યારે નળમાં પાણી આપવામાં આવ્યું, ત્યારે પ્રજા ચોંકી ઉઠી હતી. પાણી શરૂ થતાં જ નળમાંથી શુદ્ધ પાણીના બદલે માટીના ભરમાર સાથે તીવ્ર દુર્ગંધ મારતું અતિ દૂષિત પાણી વહેવા લાગ્યું હતું. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પાણી પીવું તો દૂર, વાપરવા લાયક પણ નથી! પાલિકાના આ કાદવ-કચરા જેવા પાણીને જોઈને સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે પાણી ભરવાનું જ બંધ કરી દીધું હતું.

આવા દુષિતપાણીથી
​રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોની?
આટલી ગંભીર બેદરકારી દાખવતા પહેલા પાલિકા તંત્રએ જરાય વિચાર ન કર્યો? જો આ દૂષિત અને ગંદુ પાણી ભૂલથી પણ કોઈ નાગરિક કે બાળક પી જાય અને ગંભીર બીમારીનો ભોગ બને, તો એની જવાબદારી કોની? પ્રજાના આરોગ્ય સાથે નગરપાલિકા સંતરામપુર દવારા આમ ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.તે શું યોગય છે???

​ નગરપાલિકા સંતરામપુર દવારા નગરજનોને શુદધ
​કરોડોનો ખર્ચ એળે ગયો: ફિલ્ટર પ્લાન્ટ અને શુદ્ધ પાણીના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરતી નગરપાલિકા નાગરિકોને શુદ્ધ પાણી આપવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.

​જો શુદધ પીવાનું પાણી ન આપી શકે, તો અપેક્ષા શેની રાખવી?: પ્રાથમિક જરૂરિયાત એવું પીવાનું પાણી આપવામાં જ જો નગરપાલિકા નિષ્ફળ હોય, તો બીજી કઈ સુવિધાની અપેક્ષા આ નગરપાલિકા પાસેરાખવી?

​ આટલી બધી બેદરકારી છતાં નગરપાલિકા પાલિકાના શાસકો અને અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે.
​કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લે!

​સ્થાનિક રહીશોની માંગ છે કે રાજ્ય સરકાર, કલેક્ટર તથા જિલ્લા વહીવટી તંત્ર ને પાણી પુરવઠા વિભાગ ને જીલલાનુ આરોગયવિભાગઆ બાબતને અત્યંત ગંભીરતાથી વિચારીને તવરીત યોગય કાયૅવાહીકરીને સંતરામપુર પાલિકાની આવી નિષ્ફળ સિસ્ટમ સામે તપાસકરીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે ખરા?જો તાત્કાલિક ધોરણે શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સ્થાનિક પ્રજા નેપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

Back to top button
error: Content is protected !!