ARAVALLIGUJARATMODASA

મેશ્વો નદીના જર્જરિત ચેકડેમોથી ખેડૂતો પર સંકટ : શામળાજી પંથકમાં નવા ચેકડેમની ઉગ્ર માંગ – ચાલુ સાલે ચેકડેમો ની સાફસફાઈ કેમ ના થઈ…?

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેશ્વો નદીના જર્જરિત ચેકડેમોથી ખેડૂતો પર સંકટ : શામળાજી પંથકમાં નવા ચેકડેમની ઉગ્ર માંગ – ચાલુ સાલે ચેકડેમો ની સાફસફાઈ કેમ ના થઈ…?

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વહેતી મેશ્વો નદી પર આવેલા વર્ષો જૂના ચેકડેમો જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાંદિયોલ, વજાપુર, સોડપુર અને અસાલ ગામના લોકો લાંબા સમયથી નવા ચેકડેમના નિર્માણની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે ૧૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલા ૭ જેટલા ચેકડેમ તૂટી ગયેલા અથવા બિસ્માર હાલતમાં છે. પરિણામે ચોમાસા દરમિયાન કરોડો લિટર કિંમતી વરસાદી પાણી સંગ્રહિત થવાને બદલે સીધું વહી જાય છે. જેના કારણે આસપાસના કૂવા અને બોરમાં પૂરતું પાણી પહોંચતું નથી અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થતો નથી.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો નવા ચેકડેમનું નિર્માણ કરવામાં આવે તો આશરે ૨૦૦ એકરથી વધુ ખેતીની જમીનને સીધો લાભ મળી શકે છે. સિંચાઈની સુવિધા વધવાથી કૃષિ ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધી શકે છે.ગ્રામજનોએ અનેક વખત સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં વર્ષોથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાયબલ વિસ્તાર તરીકે ઓળખાતા શામળાજી પંથકમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે, છતાં પાણી સંગ્રહ માટેની મહત્વપૂર્ણ યોજના પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિકોએ સરકારને વહેલી તકે જર્જરિત ચેકડેમોને બદલે નવા અને મજબૂત ચેકડેમનું નિર્માણ કરવા માંગ કરી છે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે.

મહત્વનું એ પણ છે કે જવાબદાર તંત્ર ધ્વારા ચેકડેમો ની સાફ સફાઈ કે રીપેરીંગનું કામકાજ  સમસર કરવામાં આવતું નથી જેને લઇ પાણીનો સંગ્રહ પણ થઈ શકતો નથી આ સાલે પણ કેટલાય ચેકડેમો સાફ સફાઈ કરવામાં આવી નથી કે રિપેરિંગ કરવામાં આવ્યા નથી જેને લઈ સરકાર ધ્વારા રિપેરિંગ અને સાફસફાઈ માટે ચેકડેમો માટે ફાળવવામાં આવે છે તો પછી કેમ રિપેરિંગ કે ચેકડેમો ની સાફસફાઈ થતી નથી તે પણ એક 3સવાલ ઊભો થયો છે

Back to top button
error: Content is protected !!