અંબાજીમાં મોડી રાતે પડેલા વરસાદના પગલે, વીજ પોલ અને ઝાડ ધરાસાઈ, ત્રિશુળિયા ઘાટામાં અનેક જોખમી પથ્થરો લટકતા જોવા મળ્યા
31 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાતે પડેલા વરસાદ ને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારો સહિત દુકાનોમાં પાણી ભરાયા હતા ને સાથે વાવાઝોડામાં અંબાજી નજીકના વિસ્તારમાં બે વીજ પોલ સાથે ચારથી પાંચ જેટલા વૃક્ષો પણ ધરાસાઈ થવા પામેલ છે જોકે કેટલીક જગ્યાએ રસ્તા અવરોધાતા ઝાડને તાકીદે રસ્તા ઉપર થી હટાવવાની કામગીરીને લઈ માર્ગ ખુલ્લા કરાયા હતા જોકે દાંતા ને અંબાજી વચ્ચે ત્રિશુલિયા ઘાટામાં અનેક પહાડી વિસ્તાર પણ જોખમી બન્યો છે મહત્તમ પદયાત્રીઓ અંબાજી જવા માટે આ ત્રિશુલિયા ઘાટા વાળો રસ્તો જ પસંદ કરતા હોય છે અને પદયાત્રીઓની સાથે વાહન ચાલકો માટે પણ ઘાટનો પહાડી વિસ્તાર જોખમી સાબિત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહે છે આ માર્ગને પહોળો કરવા બ્લાસ્ટિંગ કરાયા બાદ ધીરે ધીરે નજીકમાં પહાડના પથ્થરો છૂટા થઈ રહ્યા છે અને પહાડ ન તોતિંગ પથ્થરો ગમે ત્યારે નીચે ધરાશાઇ થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અતિ ભારે વરસાદ કે ભારે વાવાઝોડું આવે તો આ ત્રિશુળિયા ઘાટના પહાડો માંથી અનેક પથ્થરો નીચે પડે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહે છે એટલું જ નહીં જો રાહધારી નીચેથી જતો હોય અને પથ્થર પડે તો મોટી હોનારત પણ સર્જાઇ શકે છે
જ્યારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અગાઉના વરસાદ માં અડધો બાજરીનો પાક આડો પડી ગયો હતો અને ગત રાત્રિએ પડેલા ભારે વરસાદના કારણે મહત્તમ બાજરી નો પાક આડો પડી જતા ખેડૂત પણ ભારે ચિંતાતુર બન્યો છે અને હવે માંડ માંડ જે ખેડૂત પાક રળવાની અપેક્ષા સેવી રહ્યો હતો ત્યારે આ આડો પડેલો પાક હવે મનુષ્ય તો ઠીક પણ ઢોરોના તારા માટે પણ કામમાં આવે તેવો રહ્યો નથી તસવીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ