
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૧૧ જુલાઈ : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા દેશલપર-નલીયા રોડ કિ.મી. ૨૫/૪૦૦ થી ૯૦/૨૦૦ની ચેઇનેજ થી ૬૫/૩૦૦ થી ૬૫/૪૦૦ વચ્ચે આવેલા ભવાનીપર ગામ પાસેના આર્કમેશનરી બ્રીજનું ઈન્સ્પેકશન આલેખન વર્તુળ મા.મ વર્તુળ, ગાંધીનગરની કચેરીએથી આવેલ ટીમ દ્વારા કરવામાં આવતાં,સદરહુ બ્રીજ ક્રિટીકલ કન્ડીશનમાં હોવાનું જણાવેલ છે.આ બ્રિજ ભારે વાહન વ્યવહાર માટે ભયજનક હોઇ ભારે વાહનોની અવર જવર બંધ કરાવી અને નવા વૈકલ્પિક માર્ગ મોથાળા-કોઠારા-નલીયા રોડ પરથી અવર જવર કરવા માટે કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, (રાજય) ભુજ-કચ્છ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે બાબત ધ્યાને લેતા આ બ્રીજ ક્રીટીકલ કન્ડીશનમાં હોઇ તેના પરથી ભારે વાહન પસાર કરવા ભયજનક છે. જેથી અકસ્માતના બનાવ બનતા અટકાવવા માટે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે ભારે/અતિભારે વાહનોને આ બ્રીજ પરથી અવર જવર બંધ કરી તેની અવેજીમાં અનુસૂચી મુજબના રસ્તાઓ પર ભારે/અતિભારે વાહનોને ડાયવર્ટ કરવા અત્રેના હુકમ નં.મેજી/પોલ-૧/વાહનો/પ્રતિબંધ/જાહેરનામું/૩૩(૧)/૪/૨૦૨૩ તા.૦૩/૦૫/૨૦૨૩ વાળાથી પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્વામાં આવેલ છે જે જાહેરનામા અન્વયે અત્રેની કચેરીએ કોઈ વાંધા કે સૂચનો રજૂ થયેલ નથી.કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજય),ભુજ-કચ્છના તા.૨૯/૦૫/૨૦૨૪ વાળા પત્રની વિગતે અત્રેના તા.૦૩/૦૫/૨૦૨૩ વાળા પ્રાથમિક જાહેરનામા અન્વયે તેમની કચેરીએ કોઈ વાંધા કે સૂચનો રજૂ થયેલ નથી જેથી કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના દેશલપર-નલિયા રોડ કિ.મી.૨૫/૪૦૦ થી ૯૦/૨૦૦ની ચેઈનેજ કિ.મી.૬૫/૩૦૦ થી ૬૫/૪૦૦ વચ્ચે આવેલા ભવાનીપર ગામ પાસેના બ્રીજ પરથી ભારે વાહન વ્યવહાર માટે પ્રવેશબંધી ફરમાવી તેની અવેજીમાં નીચે અનુસૂચી મુજબના રસ્તા પર વાહનોને ડાયવર્ટ કરવા બાબતે આખરી જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.જેથી કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના દેશલપર-નલીયા-રોડ કિ.મી. ૨૫/૪૦૦ થી ૯૦/૨૦૦ ચેઈનેજ કિ.મી. ૬૫/૩૦૦ થી ૬૫/૪૦૦ આવેલા ભવાનીપર ગામ પાસેના બ્રીજ પરથી ભારે/અતિભારે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવી તેની અવેજીમાં તેમજ આ ભારે/અતિભારે વાહક વાહનોને અનુસૂચિ મુજબ જે ભુજ-તેરા-નલીયા થઇ આવે છે તે વાહનોને મોથાળા-કોઠારા-નલીયા રોડ પર અવર જવર કરી શકશે.આ હુકમ બ્રીજની મરંમત કામે રોકવામાં આવેલા સરકારી વાહનોને મુકિત આપવામાં આવે છે.


