BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં ડમ્પરે મહિલાને અડફેટે લીધી, CCTV: સદનસીબે જીવ બચી ગયો, ભારે વાહનોના પ્રતિબંધ છતાં શહેરમાં બેફામ ડમ્પરોથી લોકોમાં રોષ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં જિલ્લા ભારે વાહનો માટે કલેક્ટરનું સવાર 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રતિબંધ છે.તેમ છતાંય શહેરમાંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે જેના વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે શુક્રવારના રોજ બપોરના 3 થી 4 ગાળામાં એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.જોકે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહી આવતા આબાદ બચાવ થયો હતો.જોકે અકસ્માત થયા બાદ પણ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો.જોકે હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.ત્યારે જિલ્લા કલેક્ટરનું જાહેર નામું હોવા છતાંય આવા અનેક ભારે વાહનનો શહેરમાં ઘૂસી આવતા લોકોએ આ અંગે જિલ્લા કલેકટર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!