જૂનાગઢ જિલ્લામાં જુન માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ની ૮૫૬ ટીમ દ્રારા ગામ-૪૯૧ ગામોમાં સર્વેલન્સ કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં લેવાયા
જૂનાગઢ જિલ્લામાં જુન માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ની ૮૫૬ ટીમ દ્રારા ગામ-૪૯૧ ગામોમાં સર્વેલન્સ કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં લેવાયા

હાલની ચોમાસાની ઋતુમાં જૂનાગઢ જીલ્લા(ગ્રામ્ય)માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કેસો જેવા વાહકજ્ન્ય રોગો જોવા મળે છે, દર વર્ષ જુન માસ ને મેલેરીયા વિરોધી માસ અને જુલાઈ માસ ને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મેલેરીયા-ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. સર્વેલન્સ રાઉન્ડ ફિલ્ડ કામગીરીની વિગતમાં જૂનાગઢ જીલ્લા (ગ્રામ્ય) આરોગ્ય કર્મચારી ની ૮૫૬ ટીમ દ્રારા ગામ-૪૯૧ માં ઘરો-૨,૮૨,૭૬૬ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના લીધેલ લોહીના નમુનાની સ્લાઈડ-૭૬૭૮ નું માઈક્રોસ્કોપથી પરીક્ષણ કરતા પોઝીટીવ મેલેરિયા કેસ-૦ મળેલ છે.મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં તપાસેલ પાત્રોની સંખ્યા-૧૮,૩૮,૬૦૮ માં પોરા મળેલ પાત્રોની સંખ્યા-૬૦૨૭ કરતાં BI ઇન્ડેક્ષ–૧.૩૮ મળેલ છે. એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-૬,૫૦,૪૫૧, બળેલ ઓઈલ/ડીઝલ નાખેલ ખાડાની સંખ્યા-૩૧૭૪, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-૧૪૨૧, મેલેરિયા, ડેન્ગ્યુ કેસવાળા વિસ્તારોમાં ઇન્ડોર ફોગીગ-૧૫૨૩ ઘરમાં કરવામાં આવી હતી. તેમજ પત્રિકા વિતરણ, માઈક પ્રચાર, સોશિયલ મીડિયામાં જનજાગૃતિ સંદેશા, ગ્રામ આરોગ્ય સભા વગેરે દ્રારા આરોગ્ય શિક્ષણ આપી જનજાગૃતિ કેળવવામાં આવેલ છે.જૂનાગઢ જીલ્લા ગ્રામ્યમાં વર્ષ ૨૦૨૫માં જુન માસ માં મેલેરિયા કેસ-૧, ડેન્ગ્યું કેસ-૦ અને ચિકનગુનિયા કેસ-૦ નોંધાયેલ નથી. ચાલુ જુલાઈ માસમાં ખાસ કરીને છેલ્લા ૩ વર્ષની ડેન્ગ્યું કેસને ધ્યાને રાખી જીલ્લાના ગામ-૧૬૪ માં ના રોજ ડ્રાય ડે (સુકો દિવસ)ની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાલુકા જૂનાગઢ-૧૨, ભેસાણ-૧૪, વિસાવદર-૧૭, વંથલી-૧૮, માણાવદર-૩૨, માંગરોળ-૧૦, માળિયા-૩૧, કેશોદ-૨૪ અને મેંદરડા ૩૧ ગામોનો સમાવેશ થાય છે. ડ્રાય ડે જેમાં અઠવાડીયામાં એક દિવસ પાણી ભરેલ પાત્રો ખાલી કરાવી લોકો દ્રારા તે પાત્રોને સારી રીતે સાફ કરાવી પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવાચુસ્ત ઢાંકાણ ઢાંકાવાથી ડેન્ગ્યુંના એડીસ મચ્છરના પોરા થતા નથી. તેમજ ઘર અને છત ઉપર બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. જેથી ડેન્ગ્યું-ચીકનગુનીયાનો રોગચાળા થતો અટકાવી શકાય છે.તેમજ જૂલાઈ માસ માં ફિલ્ડ કામગીરીમાં જુનાગઢ જીલ્લા (ગ્રામ્ય) આરોગ્ય કર્મચારી ની ૮૫૬ ટીમ દ્રારા ગામ-૪૯૧ ગામો માં હાઉસ ટુ હાઉસ રૂબરૂ ઘરોની ફિલ્ડ મુલાકાત કરી તાવ સર્વેલન્સ, મેલેરિયા-ડેન્ગ્યું વિરોધી પોરાનાશક કામગીરી, આરોગ્ય શિક્ષણ કામગીરીમાં બેનર અને પોસ્ટર લગાવવા, પત્રીકા વિતરણ, ભીતસુત્રો લખવા, નોટીસ બોર્ડમાં સંદેશ લખવા, સોશિયલ મીડિયા મારફતે ડેન્ગ્યું લગત જાહેરાત સંદેશાઓ મોકલવા અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરી ઝુંબેશમાં હાથ ધરવામાં આવશે.મેલેરિયા, ડેન્ગ્યુ,ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવવી. વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. એમ ડો. એ. એસ.સાલ્વી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ડો. એચ.કે. લાખાણી, જીલ્લા મેલેરિયા અધિકારશ્રી ની એક અખબારી યાદીમાં જણાવે છે
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ






