AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 50 થી 60નો ભાવ વધારો

એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 50 થી 60નો ભાવ વધારો થયો છે. સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળ્યો હતો. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે.

પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ 40 થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. સીંગતેલના ભાવમાં પણ 50 નો વધારો થયો છે…મગફળી, કપાસની ઓછી આવક તેમજ માવઠા સહિતના કારણોને લઇ ખાદ્યતેલોના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો હતો.

સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 830 થી  2 હજાર 870 થયો છે..જયારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1 હજાર 660 થી 1 હજાર 700 રૂપિયા થયો છે…તો પામતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1 હજાર 525 થી 1 હજાર 530 રૂપિયા જયારે સનફ્લાવર તેલનો ભાવ રૂપિયા 1 હજાર 620 થી 1 હજાર 660 થયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!