ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિખવાની તક,વેકેશનમાં બોડેલીમાં થતો શૈક્ષણિક નિવાસી તાલીમ વર્ગ

તારીખ ૨૫/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની સ્પેશિયલ તૈયારી કરાવવામાં આવે છે.આજના આધુનિક અને ટેકનોલોજી ના સમયમાં શિક્ષણનું મહત્વ ખુબ વધી ગયું છે, ઇન્ટરનેટ ના આવિષ્કાર પછી માહિતીનો યુગ આવી ગયો છે, જ્ઞાન ની કોઈ લીમીટ નથી અને જ્ઞાન મેળવવા સમય, સ્થળ અને વય ની કોઈ મર્યાદા નથી તેથી જ્ઞાન મેળવવું આજે આસાન અને સ્પર્ધાત્મક બની ગયું છે અને વૈવિધ્યતા પણ આવી ગઇ છે.ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, કાયદા કાનૂન જેવા વિષયો સાથે ટેકનોલોજી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, AI જેવા અત્યંત આધુનિક વિષયોનું જ્ઞાન પણ આજે અનિવાર્ય અને જરૂરી બની ગયું છે તેથી બાળકોને જો આ સમયમાં વૈવિધ્યસભર બનાવવા હોય, માહિતી સભર બનાવવા હોય, શિક્ષણની સ્પર્ધામાં ટકાવી રાખવા હોય તો એક માત્ર ઉપાય છે સમયનો ભરપુર અને સદ્ ઉપયોગ.એક માતા પિતા તરીકે પોતાના બાળકના સમય નો સાચો અને શ્રેષ્ઠ ઉપયોગ થાય તે જોવું જોઈએ અને તે માટે આયોજન સુનિશ્ચિત કરવું જોઈએ.ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ જૂન થી એપ્રિલ સુધીનું છે જેમાં શાળા કોલેજોમાં અભ્યાસક્રમનું શિક્ષણ અપાતું હોય છે અને ઉનાળા ના મે મહિનામાં વેકેશન આપવામાં આવે છે. આ એક મહિનાના સમયનો ઉપયોગ જો બાળકોને વિશેષ વિષયનું સ્પેશિયલ શિક્ષણ આપવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની સ્પેશિયલ તૈયારી કરાવવા માટે ઉપયોગ કરવામાં આવે તો બાળકની શૈક્ષણિક કારકિર્દીમાં ખુબ ઉપયોગી બની રહે છે.અને આવા સમયનો સદુપયોગ કરાવવા, સ્પેશિયલ શિક્ષણ આપવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવાના ઉમદા હેતુથી બોડેલીમાં છેલ્લા પંદર વર્ષથી શૈક્ષણિક તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. જે વર્ગમાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની તમામ વ્યવસ્થા આપીને દૈનિક ૧૦ થી ૧૨ કલાકનું શિક્ષણ આપવામાં આવે છે અને એક મહિના સુધી શૈક્ષણિક વર્ગ કરવામાં આવે છે.ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અંગ્રેજી ભાષા શિખવવામાં આવે છે, દરરોજ ૧૦ કલાક અંગ્રેજી ભાષા તથા ૨ કલાક જે તે ધોરણોનું ગણિત શિખવાડવા માં આવે છે આમ એક મહિના સુધી અંગ્રેજી ભાષા શરુઆત થી શરું કરી તમામ કાળ શિખવાડી, વાક્યો બનાવવા, લખવા, વાંચતા, બોલવા, સમજતા કરવાનું શિક્ષણ આપવામાં આવે છે જ્યારે ધોરણ ૪ અને ૫ ના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક શાળા જેવી સ્કુલની પ્રવેશ પરીક્ષા માટેના અભ્યાસક્રમની તૈયારી કરાવવામાં આવે છે. દિવસમાં ૧૦ કલાકના શૈક્ષણિક કાર્ય સાથે ૫૦ જેટલા ટેસ્ટ પણ લેવામાં આવે છે અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. આ શૈક્ષણિક વર્ગ વિશે વિશેષ માહિતી મેળવવા અને વર્ગમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થાના સંચાલક ના મોબાઈલ નંબર: ૯૦૯૯૬૯૮૯૬૮ ઉપર સંપર્ક કરવો. સંચાલક ના જણાવ્યા અનુસાર આ વર્ગમાંથી ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં સફળ થયા છે. છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, દાહોદ, પંચમહાલ જેવા અનેક જિલ્લાઓમાંથી બાળકો શ્રેષ્ઠ શિક્ષણ લેવા માટે આવે છે, બાળકોને પુરતું શિક્ષણ, સલામતી અને સગવડ આપવામાં આવે છે અને આત્મિયતા અને ઉમદા ભાવ સાથે શ્રેષ્ઠ અને સફળ બનાવવા માટે આ વર્ગ ચલાવવામાં આવે છે. વાલીઓનો વિશ્વાસ અને વિદ્યાર્થીઓની સફળતા, પરીણામ વર્ગની ઓળખ બની છે તેમ જણાવ્યું છે.






