BANASKANTHAGUJARATPALANPUR

શૈક્ષણિક પ્રવાસ

29 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજ રોજ તા.27/11/2024 ના મેતા પગાર કેન્દ્ર શાળા માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રવાસ માં ગેળા, નડાબેટ બોર્ડર તથા નડેશ્વરી ધામ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં ધોરણ ૩ થી 8ના તમામ બાળકો ને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ નો તમામ ખર્ચ મેતા ગામ ના વતની અને હાલ અમેરિકા (USA) માં સ્થાયી અકબરભાઈ જલાલભાઈ કરોવડિયા દ્વારા ઉઠાવવા માં આવ્યો હતો. આ પ્રવાસમાં મુબારકભાઈ કાસમભાઈ કરોવડીયા તથા તેમના ધર્મપત્ની શહેનાજબેન મુબારકભાઈ કરોવડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસનું તમામ આયોજન મુબારકભાઈ એ કર્યું હતું. આ તબક્કે શાળા પરિવાર દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે.

Back to top button
error: Content is protected !!