GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લાના કોઠંબા ગામમા ઈદની ઉજવણી માતમમાં ફેરવાઈ 2 ભાઈ સહિત 3 યુવાનો ડેમમાં ડુબી જતાં મોત 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જીલ્લાના કોઠંબા ગામમા ઈદની ઉજવણી માતમમાં ફેરવાઈ 2 ભાઈ સહિત 3 યુવાનો ડેમમાં ડુબી જતાં મોત

પાનમને વિસ્તારમાં પાનમ કેનાલમાં કોઠંબા ગામના ત્રણ યુવાનો ડૂબીયા આજે રમઝાન ઇદ નો તહેવાર હોવાથી કોઠંબા ના ત્રણ યુવાનો પાનમ ડેમ ફરવા ગયા હતા ત્રણેય યુવાનોના મૃતદેહ પાનમ કેનાલ માંથી મળી આવ્યા હતા ત્રણેય યુવાનો મહીસાગર જિલ્લાના કોઠંબા ના હોવાનું જાણવા મળ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા તાલુકાના ડેઝર મંદિરની પાસે આવેલી કેનાલમાં ત્રણ યુવાનો ડુબ્યા હોવાની માહિતી મળી હતી ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે પાનમ વિભાગ દ્વારા  પાણી બંધ કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના કોઠંબા ગામના બે સગા ભાઈ અને એક મિત્ર  તહેવારની ઉજવણીના આનંદમાં પાનમ ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યાં ત્રણેય યુવકો ડેમના પાણીમાં ડૂબી જતા બનેલી ગોજારા બનાવનથી સમગ્ર કોઠંબા પંથકમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો 3 યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા ભારે કલ્પાંતના દ્રશ્યો સર્જાયા હતા

તહેવાર એટલે આનંદ અને ફરવા જવા માટે જતા હોય છે જેમા કયારેક એવી દુર્ઘટના સર્જાતી હોય છે ગુરૂવારે કોઠંબા જેવા નાનકડા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના 3 યુવાનો મો બુરહાન હાજી સઈદ નગીના નિહાલ રફીક શેખ તથા ફરહાદ શેખ ગુરૂવારે સવારમા મિત્ર વર્તુળ સાથે ઈદની ઉજવણી કર્યા બાદ 3 યુવાનો શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે ફરવા ગયા હતા ત્રણેય યુવાનો પોતાની સાથે ચા નાસ્તો લાવ્યા હતા એવું જાણવા મળ્યું છે કે એક મિત્ર ડુબતા બચાવા જતા બીજો પણ ડુબવા લાગતા ત્રીજો બંને ડુબતા યુવાનોને બચાવા પડતા ત્રણેય યુવાનો કેનાલના ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બુમાબુમ કરવા લાગ્યા હતા ગ્રામજનોની મદદ લય કેનાલમાં ત્રણેય યુવાનોના મૃતદેહ શોધવાનુ અભિયાન હાથ ધર્યું હતું જ્યારે શહેરા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ 3 યુવાનોના મૃતદેહને ખાનગી વાહનમા લય શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.કોઠંબામા મુસ્લિમ પરીવારના 3 યુવાનો પાનમ ડેમની સિંચાઈની કેનાલમાં પાણીમાં ડૂબી જતાં ઈદના તહેવારની ઉજવણીનો આનંદ માતરમા ફેરવાઈ ગયો હતો . 3 યુવાનોને અંલાહ જન્નત નસીબ કરે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!