BHUJGUJARATKUTCH

રાજ્ય કક્ષાના આઠમાં એવા બે-દિવસીય ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર–કમ-વર્કશોપનું આયોજનગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા૦૩ ફેબ્રુઆરી  : વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે રાજ્ય કક્ષાના આઠમાં એવા બે-દિવસીય ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર–કમ-વર્કશોપનું આયોજનગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં“છારીઢંઢ વેટલેન્ડ” ને રામસર સાઇટ તરીકે જાહેર થતા,વેટલેન્ડના આંતરરાષ્ટ્રીય મહત્વ અંગેનું સન્માન વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કચ્છ વન વર્તુળનાપ્રતિનિધિ તરિકે શ્રી ભરતભાઇ.પી.ચૌધરી, મદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ પુર્વ વન વિભાગ, ભુજ તેમજ ફુલાય ગામના વતની શ્રી મુતવા સાલાર કરીમ દ્વારા સ્વીકારવામાં આવેલ હતુ.

તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ “વિશ્વ વેટલેન્ડ દિવસ” નિમિત્તે છારીઢંઢ ખાતે ડો. ધીરજ મિત્તલ ,વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળનીઅધ્યક્ષતામાં પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં શ્રી હર્ષ.જે.ઠક્કર,નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્વિમ, શ્રી આયુષ વર્મા, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પુર્વતથા શ્રી એન.વી.ચૌધરી, નાયબ વન સંરક્ષકશ્રી, બન્ની ગ્રાસ લેન્ડ વિભાગ, સ્થાનિક સ્ટાફ, આજુબાજુ વિસ્તારના ગામના લોકોને તેમજ ગાઇડઅને સહજીવન જેવી સંસ્થાઓ તથા મીડીયા મિત્રો હાજર રહેલ હતા.

વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે છારીઢંઢ ખાતે યોજાયેલ પરિસંવાદ કાર્યક્રમમાં છારીઢંઢ આજુબાજુના ૧૭ ગામો પૈકી પાંચ ગામના ૫૦ (પચાસ) લોકો પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહેલ હતા. પરિસંવાદ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ વન સંરક્ષકશ્રી સમક્ષ સ્થાનિકે તેઓના પડતર પ્રશ્નો અંગેની રજુઆત કરેલ હતી. જે બાબતે વન સંરક્ષકશ્રી દ્વારા તમામ લોકોને તેઓને પડતર પ્રશ્નોનો સુચારુ રુપે નિકાલ લાવવામાં આવશે તે અંગે આસ્વસ્થ કરવામાં આવ્યા. તેમજ છારીઢંઢના સર્વાંગી વિકાસ માટે સ્થાનિકોને સાથે રાખી સંકલિત કાર્યકરવાનીપ્રતિબદ્ધતાવ્યક્તકરીહતી.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વેટલેન્ડના વૈશ્વિક મહત્વ, સંરક્ષણની આવશ્યકતા તથા સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી તેમજ છારીઢંઢ વેટલેન્ડને રામસર સાઇટ તરીકે મળેલી ઓળખથી આવનાર સમયમાં પર્યાવરણ સંરક્ષણ, પર્યટન તથા સ્થાનિક વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ છારીઢંઢના સંરક્ષણ અને સ્થાનિક સમુદાયના સહભાગથી તેના વિકાસ માટે પ્રતિબધ્ધ છે.

Back to top button
error: Content is protected !!