GUJARAT

થરાદ નગરપાલિકાના તરીકે પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે દિપક ઓઝાની પસંદગી

  1. વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
oplus_2

થરાદ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી પ્રક્રિયામાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સભ્યોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

સેન્સ પ્રક્રિયામાં અર્જુનસિંહ વાઘેલાને કુલ ૧૯ સભ્યો તેમજ ૧ અપક્ષ સભ્યનો ટેકો મળતા કુલ ૨૦ મતો પ્રાપ્ત થયા હતા. પરિણામે તેઓ બિનહરીફ રીતે થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદ થયા હતા.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે દિપક ઓઝાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી તેમજ કારોબારી ચેરમેન તરીકે શ્રી ભારતીબેન ચિરાગભાઈ રામાણી ,પક્ષના નેતા તરીકે શ્રી મયુરકુમાર વાસુદેવભાઈ મહેશ્વરી,દંડક તરીકે શ્રી જશીબેન જયંતિલાલ નાયી નવા હોદ્દેદારોની જાહેરાત બાદ કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

નવનિયુક્ત પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ દિપક ઓઝાએ સૌનો આભાર વ્યક્ત કરી નગરના વિકાસ માટે પ્રતિબદ્ધતાની વાત કરી હતી. જેમાં થરાદ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વાર બોડી બની

Back to top button
error: Content is protected !!