મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-૨૦૨૪
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મતદાર યાદીમાં નામ નોંધણી,નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે. અમદાવાદ જિલ્લાની જનતા માટે તા. ૨૩ અને ૨૪ નવેમ્બરને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરાયાં
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અપાયેલ કાર્યક્રમ મુજબ તા.૦૧/૦૧/૨૦૨૫ ના લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેના સંદર્ભમાં લાયકાત ધરાવતા મહત્તમ નવા મતદારોની નોંધણી થાય અને નાગરિકો મતદારયાદીમાંથી તેમની વિગતોમાં સુધારા વધારા કરાવવા ઈચ્છે છે તેઓ આ કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવેલ તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર), તથા તા.૨૪/૧૧/૨૦૨૪(રવિવાર)ના દિવસે તેઓના નજીકના બુથમાં BLO મારફત ફોર્મ ભરી શકશે તેમજ જો કોઈ મતદારને તેઓના વિસ્તાર સંદર્ભ મતદાર નોંધણી બાબતે કોઈ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆત હોય તો નીચે જણાવેલ અમદાવાદ જિલ્લાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ પૈકી તેમના વિસ્તારના અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ રજૂઆત ખાસ ઝુંબેશના દિવસોમાં કરી શકે છે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યું છે.