સમસ્ત કુકણા સમાજ વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઇ :
કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સમસ્ત કુકણા સમાજ ખાંભલાઝાપા, વાંસદા સમાજ ભવન ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો સાથે મહિલા અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી વાંસદા કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો સુધારવા ઉપપ્રમુખશ્રી મણીભાઈ પવાર દ્વારા રજૂઆત કરી સમાજમાં થતા દુષણો, વ્યસન તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી કરી સમાજ દેવામાં ડૂબતો જાય છે. જેથી સમાજમાં નવી પેઢી વ્યાસનોમાં બરબાદ થતી જાય છે. જેને રોકવા વાંસદા તાલુકાના ૯૬ ગામોમાં, ગામે–ગામમાં જનજાગૃતિ કરી લોકોને સમજ આપવા અને સમાજને નુકસાન કરતા દૂષણનો વ્યસનો તેમજ રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો નકકી કરવા માટે એક સમિતી બનાવી તેમને આ સમાજમાંથી દૂષણો વ્યસનો અને લગ્નમાં થતા ડી.જે. જેવા આધુનિક યુગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે આગામી દિવસોમાં વાંસદા તાલુકાને ચાર (૦૪) ઝોનમાં વહેંચણી કરી તમામને કામગીરી (જવાબદારી) સોંપવા માટે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ મિટિંગમાં કુકણા સમાજ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખશ્રી ડી.જી. ચૌધરી અને શિક્ષક સંઘના ભરતભાઈ થોરાટ, વાંસદા તેમજ આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુન્બી (ડાંગ) ગુજરાત રાજયના ઇશ્વરભાઈ માળી દ્વારા આવા સમાજમાં ધારા-ધોરણો પરિવર્તન લાવવા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
કારોબારી મિટિંગમાં સમસ્ત કુકણા સમાજ વાંસદાના મંત્રી અમરતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ શ્રી મણીભાઈ પવાર, કાંતાબેન ગાવિંત, પૂર્વ પ્રમુખ શ્રી મણીભાઈ ગાવિંત, કાંતિભાઈ કુન્બી શાંતુભાઈ, બારકુભાઈ તેમજ સમાજના અગ્રણી શ્રી સંદીપભાઈ મહાકાળ સાથે સમાજના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા દ્વારા પ્રકૃતિ પૂજા કરી કારોબારી મિટિંગની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે આગામી દિવસોમાં સમાજના બિનજરૂરી ખર્ચા નિયંત્રણ કરવા આવા પ્રકારના નિર્ણયો લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.