SAYLASURENDRANAGAR

સાયલામાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત થતા અકસ્માત થવાનો ભય

તા.25/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સાયલામાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત થતા અકસ્માત થવાનો ભય સાયલા ગામને પીવાનું પાણી પુરુ પાડવા માટે તંત્ર દ્વારા ચાલીસ વર્ષ પહેલા તે સમયની વસ્તીને અનુલક્ષીને બનાવાયેલ સો ફૂટ જેટલી ઉંચી ઓવરહેડ ટાંકીનો ઉપરનો ભાગ જર્જરીત થવા સાથે પોપડાઓ પડવા લાગ્યા છે તેમાંય છતના ભાગે સીમેન્ટ ઉખડીને સળીયાઓ બહાર ડોકાય રહ્યા છે ત્યારે જોખમી બનેલ ટાંકીમાં મોટા પોપડાઓ પડવાની ઘટનાઓ બનવા પામતા ત્યાં કામ કરતા કર્મીઓ દ્વારા સરપંચને જાણ કરાઇ હતી સાયલા ગામથી અઢી કિમી દુર ચાર દાયકાઓ પહેલા બનાવેલ ટાંકીની ક્ષમતા છ લાખ લીટરની હોવા સાથે સો ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતી હોવાથી હાલ જર્જરીત અવસ્થામાં કોઇ મોટો અકસ્માત થવાની સંભાવનાઓ જોતા સરપંચ અજયરાજસિંહ ઝાલા તથા સભ્યો દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી ટાંકીની જર્જરીત અવસ્થાથી પંચાયતના કર્મીઓને તેની ઉપર જઇ સાફસફાઇ કરવામાંમાં પણ ડરી રહ્યા છે ત્યારે તેને અડીને જ યજ્ઞનગર પ્રાથમિક શાળા આવેલી હોય અનાયાસે કોઇ અકસ્માત સર્જાય તો જાનહાનિની સંભાવનાને લઇ ગ્રામ પંચાયત દ્વારા આગામી સમયમાં નવી અને હાલની વસ્તીના ધોરણની ક્ષમતા પ્રમાણેની ટાંકી બનાવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે એવું સરપંચે જણાવ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!