ગોધરા શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા લીયાકતખાન પઠાણ વય નિવૃત થતા વિદાય સંભારંભ યોજાયો.
તારીખ ૨૮/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા શિક્ષણ વિભાગની કચેરીમાં છેલ્લા ૩૩ વર્ષથી ફરજ બજાવતા લીયાકતખાન પઠાણ ૩૧/૧૦/૨૦૨૪ વય નિવૃત થતા ગોધરા જીલ્લા પંચાયત કચેરી હોલ ખાતે શિક્ષક વિભાગ કચેરીના સ્ટાફ દ્વારા વિદાય સંભારમનું આયોજન રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમા શિક્ષણ અધિકારી ગણ સાથે ગોધરા શહેર સહિત રાજ્યના રાજકીય આગેવાનો દ્વારા શિક્ષણ વિભાગ માંથી વય નિવૃત્ત થતા તેમના વિદાય સમારંભમાં ગૂજરાત પ્રદેશ લઘુમતિ મોરચાના પ્રમુખ ડો મોહસીન લોખંડવાલા,હજ કમિટીનાં ચેરમેન સૈયદ ઈકબાલ,હજ કમિટી નાં ડિરેક્ટર નાહિન કાઝી, નસિરખાન બલોચ,ગુજરાત પ્રદેશ નાં ઝોન પ્રભારી મહામંત્રી ઝેનુલ અંસારી અને શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ,ચેરમેન અરવિંદસિહ,નાયબ શિક્ષણ અધિકારી અને સર્વે કર્મચારી ઓ અને દરેક સમાજ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી અને નિવૃત્ત થયેલ લીયાકતખાન પઠાણ શિક્ષણ કચેરીના સ્ટાફથી લઈને ગોધરા ના રાજકીય આગેવાનો દ્વારા વીદાય લઈ રહેલા શિક્ષણ વિભાગની કચેરીમાં ફરજ દરમ્યાન કરેલી કામગીરીને બિરદાવી હતી.