ધાંગધ્રા દરજી સમાજની વાડી ખાતે DCW ના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો પૂર્વમંત્રી ઉપસ્થિત રહ્યા

તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ડી સી ડબલ્યુમાં છેલ્લા 31 વર્ષથી નોકરી કરતા સોયેબભાઇ આઈ મેમણએ પરિવાર સાથે રહેવાના કારણે સ્વૈચ્છિક નિવૃત લેતા ધ્રાંગધ્રા દરજી સમાજની વાડી ખાતે વિદાય સમારંભ યોજાયો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી યુનિયનના પ્રમુખ મહામંત્રી અધિકારીઓ મોટી સંખ્યામાં લોકો દ્વારા ફુલહારથી સન્માન કરી મોમેન્ટ આપીને વિદાય આપવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં કામદારો સહિત પરીવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે ત્યારે ધ્રાંગધ્રા ડીસી ડબ્લ્યુ માં છેલ્લા 31 વર્ષથી નોકરી કરતા અને વધેલો સમય પરિવાર સાથે ગુજારવા માટે થઈને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા સોયેબભાઇ આઈ મેમણનો વિદાય સમારંભ દરજી સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં આઈ કે જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી, ડીસી ડબલ્યુના કામદાર મહામંડળ યુનિયન પ્રમુખ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા તેમાં યુનિયન મંત્રી કિરીટસિંહ જાડેજા, DCW ના અધિકારીઓ, પદાધિકારીઓ,વિવિધ ડિપાર્ટમેન્ટના હોદેદારઓ, આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં સાથી કર્મચારી ભાઈઓ, સમાજના આગેવાનો મિત્રો દ્વારા ફૂલહાર થી સન્માનિત કરી અને મોમેન્ટ આપીને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




