
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વયમર્યાદાએ નિવૃત્ત થતા જયસુખભાઈ પટેલનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો; વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
મનપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સિનિયર ફોરમેન ઇન્સ્ટ્રક્ટર જયસુખભાઈ મોહનભાઈ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. સંસ્થાના આચાર્ય જે.સી. ચૌધરી, અધ્યક્ષ એ.જે. પટેલ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ કે.સી. વસાવા, મહામંત્રી ઉજ્જવલ ચૌહાણ, ખજાનચી ધવલભાઈ, ઓડિટર પ્રતિકભાઈ સહિતના સ્ટાફ દ્વારા સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
સમારોહમાં સંજય પટેલ, નયનેશ પટેલ, વિકાસ ચૌધરી સહિતના કર્મચારીઓ તેમજ રૂમલાના મહાર સમાજના સામાજિક આગેવાન વિજય ઉચ્ચકટાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આદિવાસી સમાજના યુવાઆગેવાન ડો. નિરવભાઈ પટેલઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો. નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની સતત ચિંતા કરતા જયસુખદાદાના પ્રયાસોના કારણે સંસ્થાના વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરાવી શક્યા હોવાનો અમને ખૂબ જ આનંદ છે.” તેમણે જયસુખભાઈની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી અને સેવાભાવને બિરદાવ્યો હતો.
વિદાય સમારોહ દરમિયાન જયસુખભાઈ પટેલે પોતાની લાંબી સેવાકીય કારકિર્દી અને જીવનયાત્રાના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમની સેવાઓને યાદ કરી ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે સુગમ સંગીત અને પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ગામના ડેપ્યુટી સરપંચ, ITIના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જયસુખભાઈ પટેલને ભાવભીની વિદાય આપી હતી.


