અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના બોરડી કંપા ગામે ખેડૂતને ટામેટાના પોષણ યુક્ત ભાવ ન મળતા ખેડૂતે ટામેટા ભેંસોને ખવડાવ્યા
ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકો તરફ વળ્યા છે જેમાં સારું ઉત્પાદન અને સારા ભાવ પણ મળતા હોય છે ત્યારે ઘણી વખત આવા બાગાયતી પાકો ખેડુતો ને રાતા પાણી રડાવતા પણ હોય છે આવી એક ઘટના મોડાસા ના બોરડી કંપા ગામે બની છે
મોડાસા ના બોરડી કંપા ગામે એક ખેડતે પોતાની પાંચ વિઘા જમીન માં બાગાયતી પાક ટામેટા ની ખેતી કરી છે ખૂબ મોંઘા ભાવનું બિયારણ અને સારી એવી માવજત કરી ને ટામેટા નું ઉત્પાદન શરૂ કર્યું શરૂઆત માં ટામેટા ના એક મણ ના 400 જેટલા ભાવ મળ્યા જેથી ખેડૂત માં ભારે ખુશી હતી પણ છેલ્લા એક સપ્તાહ થી લગ્ન સીઝન ચાલી રહી છે ટામેટા ની જરૂરિયાત પણ વધી રહી છે એ પ્રમાણ માં સારો ઉતારો પણ મળી રહ્યો છે ત્યારે ટામેટા ના શાક માર્કેટ માં ભાવ ગગડી ગયા છે જે ટામેટા એક અઠવાડિયા અગાઉ 20 રૂપિયે કિલો વેંચાતા હતા તે ટામેટા હાલ ફક્ત બે થી ત્રણ રૂપિયે કિલો વેચાવા લાગ્યા છે જેથી ખેડૂતો ને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખર્ચો પણ નીકળી શકે એમ ન હોવાના કારણે ખેડૂત માં ભારે નારાજગી જોવા મળી છે આ સમસ્યા ના માત્ર બોરડી કંપા ના ખેડૂતો ની છે પરંતુ જિલ્લા માં ટામેટા ની ખેતી કરનાર તમામ ખેડૂતો ની છે ત્યારે ખેડૂતે આજે આ તૈયાર થયેલા પાકા ટામેટા પશુઓ ને ખવડાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો