BANASKANTHAGUJARATPALANPUR

વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે રસાણા મોટા ખાતે ખેડૂતો માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

27 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે રસાણા મોટા ખાતે ખેડૂતો માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયોખેડૂતોને પ્રાકૃતિક ખેતી, નેનો ટેકનોલોજી અને સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કરાયાઆગામી ૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગના ઉપક્રમે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પર્યાવરણીય દ્રષ્ટિકોણને અનુરૂપ ખેતી પદ્ધતિઓ વિષે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા તથા પ્લાસ્ટીકનો નિહવત ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ખેડૂતોને ખાસ કરીને જીવામૃત, બીજામૃત અને સજીવ ખાતરના ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા અને નેનો ડીએપીનો છંટકાવ કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડવા તરફનો અભિગમ રજૂ કરાયો હતો. આ ઉપરાંત, જમીન પરીક્ષણના આધારે સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને ઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સહાયની માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વૃક્ષારોપણ અને પાણી બચાવવાનો સંદેશ આપીને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.

Back to top button
error: Content is protected !!