ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના DAP ખાતર માટે લાઈનો લાગી ,કાળા બજારમાં 1850 રૂપિયાએ વેચાતું હોવાના ખેડૂતોના આક્ષેપો 

મેઘરજમાં ખેડૂતો કંટાળ્યા અને કહયું હવે તો મત આપી આપી ને થાકી ગયા છીએ 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના DAP ખાતર માટે લાઈનો લાગી ,કાળા બજારમાં 1850 રૂપિયાએ વેચાતું હોવાના ખેડૂતોના આક્ષેપો

મેઘરજમાં ખેડૂતો કંટાળ્યા અને કહયું હવે તો મત આપી આપી ને થાકી ગયા છીએ

DAP ખાતર 1846 જે 1350 રૂપિયા અને 1232 -16 NPK જે 1450 રૂપિયા ભાવ હોઈ છે આ ખાતરના કાળા બજારમાં બ્લેકમાં 1850 રૂપિયા એ મળતા હોવાના ખેડૂતોના આક્ષેપો,

હાલ ખેતીની સીઝન શરૂ છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરની અંદર શિયાળુ પાક એટલે કે ઘઉંના પાક માટેની તૈયારી કરી રહ્યા છે અને એના માટે જરૂરિયાત પ્રમાણે બિયારણ તેમજ ખાતર ની જરૂર પડતી હોય છે તેમાં હાલ ખાસ કરીને જે પ્રકારે ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે જેમાં ડીએપી ખાતરની અછત હોય તેવા દ્ર્શ્યો દેખાઈ રહ્યા છે જેના માટે આજે મેઘરજ શહેરની અંદર વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હતી જેમાં મોટાભાગે મહિલાઓ તેમજ પુરુષો લાઈનમાં ખાતર માટે જોવા મળ્યા હતા અને ખાતર માટે વલખા મારી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બીજી તરફ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે આ ડીએપી ખાતર જે કારા બજાર ની અંદર 1850 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે અહીં ખાતર મેળવવા માટે અમારે લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે ત્યારે ખરેખર ખાતર બાબતે ખરેખર શું છે તે કોઈ ખ્યાલ આવતો નથી પરંતુ હાલ તો ખાતર માટે લોકો વલખા મારી રહ્યા છે એક ખેડૂતે તો એટલે સુધી કહ્યું કે હવે મત આપી આપી ને થાકી ગયા છીએ તો પણ આ પરિસથિતિનુ નિર્માણ ખરે ખર શું ખાતરની અછત છે કે પછી કાળા બજારમાં સ્ટોક કરી દિધો એ પણ એક સવાલ છે

Back to top button
error: Content is protected !!