રાજુભાઈ કરપડાના સમર્થનમાં ખેડૂતોએ સ્વયંભૂ સભાઓનું કર્યું આયોજન

તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીના દરેક હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા ત્યારે રાજુ કરપડાના સમર્થનમાં ખુદ ખેડૂતો જ બહાર આવ્યાં છે અને કરપડાની સભાઓના આયોજન ખુદ ખેડૂતો હાલ કરી રહ્યા છે તેમાં ગઢાદથી શરૂઆત ખેડૂતોએ કરી છે રાજુ કરપડાને હાલ ૧૦-૧૨ ખેડૂતસભામાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકામાં સભાઓ યોજાશે ખેડૂતોએ રાજુ કરપડાને નેતા બનાવેલ છે જે ખેડૂતોના નેતા છે અને ખેડૂતો પણ તેઓની સાથે રહેશે માટે કરપડાને સમર્થન આપવા માટે જ સભાઓના આયોજન ખુદ ખેડૂતો કરી રહ્યા છે આગેવાનો ગણપતભાઈ પટેલ સહિત ના કાર્યકરોએ જણાવ્યું હતું કે ખેડૂતો જે નિર્ણય કરશે તે પ્રમાણે જ રાજુ કરપડા આગળ વધશે ખેડૂતોના પ્રશ્નો બાબતે મોટી લડત પણ ટુંક સમયમાં શરૂ કરશે તેમ જણાવ્યું હતું જેની શરૂઆત ગઢાદની કિશાન ક્રાંતિ સભાથી થઈ રહી છે જેમાં ગ્રામ્ય સમિતીના હોદ્દેદારો સહિત ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ ખાટડી- થાનગઢ – ચોટીલા – સાયલા તાલુકાના ગામોમાં ખેડૂતો સભાઓનું આયોજન થયું છે જ્યાં રાજુભાઈ કરપડા હશે ત્યાં ખેડૂતો તેઓની સાથે હશે કરપડા ખેડૂતો આદેશ કરશે તે પ્રમાણે જ આગળ વધશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.




