
તા.૧૯.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તા.૧૯.૧૨.૨૦૨૪ ગુરુવાર ના રોજ પ્રા.આ.કે.નગરાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ એન.બામણીયા ના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી ડૉ.વી જે ડીડોર ,આયુષ તબીબ ડૉ.વિમલ બામણીયા તેમજ પ્રા.આ.કેન્દ્ર ના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. આર.કે.એસ.કે. કાઉન્સેલર કિન્નરી બેન સંગાડા પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી અને કિશોરીઓ ને આરોગ્ય લક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યુ.એનિમિયા નિદાન થયેલા તરુણ- તરુણીઓને તેમનો એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા ખાવા માટે સમજાવવામાં આવ્યા અને તે શાળાના દરેક તરુણ- તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના સપથ લેવડાવવામાં આવ્યા.જમવા ની વ્યવસ્થા તેમજ જરૂરી સાધન સામગ્રી આપવામાં આવી.કિશોર કિશરીઓને આર.કે.એસ.કે.પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી.એનિમિયા,સિકલસેલ ,આઇ.એફ.એ.ગોળી અને તેનું મહત્વ પોષણ,માસિક ચક્ર અને સ્વચ્છતા વગેરે વિશે સમજ આપવામાં આવી.તેમજ બધાજ લોકોનું વજન, ઉંચાઈ,હિમોગ્લોબીન,સિકલ સેલ ની તપાસ કરવા માં આવી જેમા ટોટલ ૧૧૦ કિશોર અને કિશોરીઓ હાજરી આપી હતી જેમાં નગરાળા ગામ ના સરપંચ રમણભાઈ માવી અને ઉપસરપંચ જગદીશભાઈ રાઠોડ હજાર રહ્યા હતા




