GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
GST ઘટાડાના ઉત્સવો ઉજવણી કરતી સરકાર સામે ખેડૂતો ખફા!!
ખેડૂતોને GST ઘટાડા સામે કોઈ ફાયદો મળતો નથી નો આક્રોશ - રાજેશભાઇ પટેલ
તા.28/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેડૂતોને GST ઘટાડા સામે કોઈ ફાયદો મળતો નથી નો આક્રોશ – રાજેશભાઇ પટેલ, ટ્રેકટર કંપનીઓ ઉપર પહેલા ૨૮% ,GST હતો તેનો ૧૨% થયેલ તો એક ટ્રેકટર ખરિદી ઉપર એક લાખ ઉપર ઘટાડો થવો જોઈએ પરંતુ ત્યા ટ્રેકટર કંપનીઓએ ભાવ વધારો કરી ફકત ૩૦ હજારનો ફાયદો બતાવે છે એટલે ખેડૂતોને પહેલા જી.એસ.ટી.ની લુંટ ચલાવી હવે કંપનીઓ ભાવ વધારો કરી રીતસર લુંટ ચલાવી રહી છે ટ્રેકટરના તમામ ઓજારો ઉપર પણ કોઈ ભાવ ઘટાડો જોવા મળતો નથી રાસાયણિક ખાતર પેસ્ટીસાઇડ દવાઓ બિયારણ ડીઝલમાં પણ કોઈ ભાવ ઘટાડો જોવા મળતો નથી ત્યારે સમગ્ર દેશ માં જી.એસ.ટી. ઘટાડાને લઈ સરકાર દ્વારા ઉત્સવના નામે તાયફાઓ ચાલી રહ્યા છે ગુલાબના ફુલો આપી ભાવ ઘટાડો વધાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતોને આ બાબતે કોઈ ફાયદો જોવા મળતો નથી માટે ખેડૂતોમાં આ બાબતે આક્રોશ જોવા મળે છે.