ખેડુતોને સાંભળવામા અવ્યા

જામનગર કલેક્ટરની લોકાભિમુખ કામગીરી પાવર પ્રોજેક્ટ્સની હેવી વીજલાઇન બાબતે ખેડૂતોની રજૂઆત સતતં પાંચ દિવસ સાંભળી સર્વાંગી અહેવાલ સરકારમાં મોકલાયો
જામનગર (ભરત ભોગાયતા)
વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. હવે વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે જમીનના વળતરની ગણતરી જંત્રીના આધારે નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજારભાવના આધારે કરવામાં આવશે અને ખેડૂતોને બમણું વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છથી હાલાર વિસ્તારમાં આવી રહેલા પાવર પ્રોજેક્ટ્સની હેવી વીજલાઇનો માટે ઇજનેરી કૌશલ્ય મુજબ રૂટ પસંદ કરવામાં આવ્યા છે. આ રૂટમાં અનેક ખેડૂતોની જમીનોમાંથી વીજલાઇનો પસાર થવાની તેમજ ટાવર ઉભા કરવાની જરૂરિયાત ઉભી થતાં ખેડૂતોની વળતર સહિતની રજૂઆતો સાંભળવા જામનગર જિલ્લા કલેક્ટર પરીમલ પંડ્યાએ સમગ્ર સપ્તાહ દરમિયાન અવિરત લાગલગાટ ખેડૂતો સાથે બેઠકો યોજી હતી. ખેડૂતોને લેખિત તથા મૌખિક રીતે પોતાની રજૂઆતો મુક્ત મનથી રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ ખેડૂતોની રજૂઆતોને સંવેદનશીલતાથી સાંભળી સમગ્ર બાબતનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલ્યો હોવાનું જાણવા મળે છે. આ પ્રક્રિયામાં કલેક્ટરેટની મુખ્ય શાખાઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ખેતીવાડી વિભાગ, જેટકો, સ્ટેટ ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ પાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ પણ સક્રિય સહયોગ આપ્યો હતો.
રાજ્ય સરકારે ખેડૂતોને વધુ લાભ મળે તે માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ખેતરમાં ઉભા કરાતા વીજ ટાવરના બેઝ (પાયા)ના વાસ્તવિક વિસ્તાર પ્રમાણે જ વળતર ચૂકવવામાં આવતું હતું. હવે ખેડૂતોના હિતમાં ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વિસ્તાર મુજબ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર પ્રમાણે વળતર ચૂકવાતું હતું, જે હવે વધારીને 729 ચોરસ મીટર પ્રમાણે ચૂકવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ખેડૂતોની રજૂઆતોને પ્રાથમિકતા આપી પારદર્શક અને લોકકેન્દ્રિત અભિગમ સાથે હાથ ધરાયેલી આ સમગ્ર કામગીરીને વિશ્લેષકોએ “લોકાભિમુખ વહીવટ”નું ઉત્તમ ઉદાહરણ ગણાવી છે.
_______________
regards
bharat g.bhogayata
journalist (government accredate)
B.sc.,ll.b.(+special),dny (GAU),journalism (hindi)
8758659878
bhogayatabharat@gmail.com



