LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટીય મિલેટ્સ વર્ષની ઉજવણી નિમિત્તે ગોધર પશ્ચીમ ખાતે વાનગી સ્પર્ધા યોજાઇ

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટીય મિલેટ્સ વર્ષની ઉજવણી નિમિત્તે ગોધર પશ્ચીમ ખાતે વાનગી સ્પર્ધા યોજાઇ

ભારતની પરંપરાગત ખેત પેદાશો ( અન્ન) ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેને અનુસંધાને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સરસણ સેજામાં આંગણવાડી કેંદ્ર ગોધર -૧ ખાતે આંતરરાષ્ટીય મિલેટ્સ વર્ષની ઉજવણી નિમિત્તે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટ્સમાથી અલગ અલગ વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સી.ડી.પી.ઓ.શ્રી જીણીબેન, મુખ્ય સેવિકા તેમજ પાપા પગલી પી એસ ઇ ઇંસ્ટક્ટટર શ્રીમતી કોમલબેન પુવાર, બી એન એમ સ્ટાફ ગીતાબેન આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

નાગલી(રાગી), કોદરા, કાંગ, જુવાર, બાજરી, સામો, જેવા તૃણ ધાન્ય પાકોની ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગને લીધે સમાજમાં કેન્સર અને શ્વાસ સંબંધિત રોગો અનેકગણા વધ્યા છે. આપણી આવનારી પેઢીને સારું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઇએ.

આજના ફાસ્ટ યુગમાં જંક ફૂડ અને આધુનિક જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ અનેકગણા વધ્યા છે. તૃણ ધાન્ય કે બરછટ પાકો ફાઈબર, સ્ટાર્ચ, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવા ધાન્યો કોલેસ્ટેરોલ ઘટાડે છે, કબજિયાતથી બચાવે છે સ્નાયુઓના સમારકામમાં, લોહીની રચનામાં, હાડકાની રચનામાં, અને ત્વચાની તંદુરસ્તી સુધારે છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!