અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં અન્ય 1 કોઇન ને નામે યુવકના 48 લાખ હલવાયા..!!! RK ના રોકાણકારો ફરિયાદ ન નોંધાવે તે માટે પિતા, પુત્ર અને વકીલની કમાલ..?
અરવલ્લી જિલ્લામાં પૌઝી સ્કીમે રોકાણકારો ના લાખો રૂપિયા રોવડાવ્યા છે જેને લઇ હવે દિવસે ને દિવસે અનેક વાતો સામે આવતા બજારમાં ફરી એકવાર ચર્ચાઓ જામી છે જેમાં પૌઝી સ્કીમના RK ના CEO ના મુખ્ય એજન્ટો તરીકે એગ્રો બિઝનેસ ધરાવતા પિતા પુત્ર અને વકીલ કમાલ ધીરે ધીરે બજારમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇ હાલ ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે રોકાણકારો ફરિયાદ ન કરે તે માટે હવે થોડા થોડા રૂપિયા પરત આપી રહ્યા હોવાની વાતો વહેતી થઈ છે. બીજી તરફ જિલ્લામાં એક તાલુકાના યુવાને અન્ય એક કોઇન ને નામે રોકાણ કર્યું હતું અને એમાં 48 લાખ જેટલા રૂપિયા હલવાયા ની વાતો સામે આવતા યુવકને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ છે ,ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ પૌઝી સ્કીમ ને લઇ છેલ્લા કેટલાય સમયથી રોકાણકારો ના રૂપિયા પરત ન મળતા હવે ધીરે ધીરે રોકાણકારો આગળ આવે તો નવાઈ નહીં..!!! પૌઝી સ્કીમ જિલ્લામાં ચાલતી હતી છતાં સ્થાનિક તંત્ર એ માત્ર બોર્ડ લગાયેલા જોઈને જ સંતોષ માન્યો હતો જો કાર્યવાહી કરી હોત તો રોકાણકારો ના રૂપિયા ડૂબ્યા ન હોત તેવા અનેક સવાલો પણ હવે થઈ રહ્યા છે. સમગ્ર અહેવાલ હાલ બજારમાં ચાલી રહેલ વિવિધ ચર્ચાઓ ને લઇ પ્રસિદ્ધ છે જેની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતું નથી