નવુ બિલ્ડીંગ દોઢ વર્ષ થી તૈયાર છતા વિલંબ! કાલોલ કોર્ટ નવા બિલ્ડિંગ મા શરૂ કરવા,એડી.ડિસ્ટ્રીક કોર્ટ આપવા વકીલ મંડળ ની રજુઆત.
તારીખ ૦૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોર્ટ નુ તમામ સુવિધાઓ યુક્ત નવુ બિલ્ડિંગ બન્યાને દોઢેક વર્ષ થયેલ છે તેમ છતાં પણ આ બિલ્ડીંગ મા કોર્ટ લઈ જવામાં આવતી નથી. તેથી નવા બિલ્ડીંગ મા જાળવણી ના અભાવે જાનવરો ઘૂસી જવાનો અને ઉધઈ નો પ્રશ્ન થાય છે.હાલ કામચલાઉ ધોરણે રેસિડેન્ટ એરિયામાં કોર્ટ નુ કામ ચાલી રહ્યુ છે જેમાં બે લોખંડના પતરાના શેડ નીચે વકીલો ને બેસવા બનાવેલ છે તેમા ચોમાસામાં વૃક્ષો પડવાનો કરંટ લાગવાનો ભય વચ્ચે જીવના જોખમે વકીલો કામ કરે છે. પક્ષકારો સહિત કોર્ટ ના સ્ટાફ ને જૂના બિલ્ડિંગમાં ખુબ તકલીફ પડી રહી છે. નવા બિલ્ડીંગ નુ ઉદ્ઘાટન પ્રક્રિયા મા થઈ રહેલ વિલંબ ને કારણે આ સમસ્યા ઉભી થઈ છે ત્યારે વહેલી તકે ઉદ્ઘાટન કરવામાં આવે અને નવી બિલ્ડિંગમાં કોર્ટ ની કામગીરી શરૂ થાય તથા એડી.ડિસ્ટ્રીક કોર્ટ પણ આપવામાં આવે તે માટે કાલોલ વકીલ મંડળ ના પ્રમુખ હિરેન ગોહિલ અને મંત્રી કાંતિભાઇ સોલંકી દ્વારા ઠરાવ કરી ગુજરાત હાઈકોર્ટ ના રજીસ્ટ્રાર તેમજ મુખ્યમંત્રી સહિત ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ અને કાલોલ કોર્ટ ના પ્રિન્સિપલ સિવિલ જજ ને નકલો મોકલી આપી છે.