BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન ઝડપાયા…

સમીર પટેલ, ભરૂચ…

ભરૂચ એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન બીન અધિકૃત રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા કાચા કામના આરોપીઓ પાસેથી કુલ-૫ મોબાઇલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.
પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઇ સોરઠીયા નાઓની ઓફિસની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની ઝડતી તપાસ કરેલ તેમજ જેલરશ્રીની ઓફિસના ટેબલ ઉપર કાચા કામનો આરોપી ચિરાગ રણછોડ પટેલ મોબાઇલ ફોન તથા ટેબલના ડ્રોવરમાંથી કાચા કામનો આરોપી દિપ રમેશભાઇ પટેલ મોબાઇલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઇ પાનસુરીયા પાસેથી એક મોબાઇલ ફોન તથા જેલરની ઓફિસની પહેલા આવેલ રૂમમાં હાજર ભૌતિક હરેશભાઇ લુણગરીયા પાસેથી તેમજ રૂમમાં મુકેલ ટેબલના ડ્રોવરમાથી એક બીનવારસી હાલતમાં મોબાઇલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની, જેલ પરીસરની, બેરેકોની તથા સરસામાનની ઝડતી કરવામાં આવી હતી. ઝડતી તપાસ દરમ્યાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ-૦૪ મોબાઇલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાના રૂમના ટેબલના ડ્રોવરમાંથી મળી આવેલ બીન વારસી મોબાઇલ સાથે કુલ મોબાઇલ નંગ-૫ જેની કિંમત રૂપિયા.૪૦,૦૦૦/-
મળી આવતા તમામ આરોપીઓ વિરૂધ્ધમાં અંકલેશ્વર શહેર “એ” ડીવી. પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલ પ્રતિબંધિત મુદ્દામાલ કોની મદદથી જેલમાં ઘુસાડવામાં આવ્યો તેમજ જેલમાં કયા કયા કેદીઓએ આ મોબાઇલોનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરી કંઇ વ્યક્તિઓએ સાથે વાતચીત કરી હતી તેમજ આ મોબાઇલ તથા સીમકાર્ડ દ્વારા ગુનાહીત પ્રવૃતીઓ આચરવામાં આવેલ છે કે કેમ ? આ અંગે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવી છે…

Back to top button
error: Content is protected !!