રાજપીપલા એમએએમ પ્રિ સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ટાઉન પીઆઇ વી કે ગઢવીના હસ્તે ધ્વજ વંદન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
આજે ૨૬ જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે તેની સાથે સાથ રાજપીપળા મદીના પાર્ક સોસાયટીમાં આવેલ એમ.એ એમ પ્રીસ્કૂલ ખાતે પણ ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજપીપળા ટાઉન પીઆઇ વી કે ગઢવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીગણ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા અને બાળકોએ હર્ષભેર વિવિધ પર્ફોર્મન્સમાં ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતો સાથે દેશ પ્રત્યે પ્રેમની ભાવના જગાડતા ગીતો સાથે સમાજને દેશ ભક્તિનો સંદેશ આપ્યો હતો.