ARAVALLIGUJARATMODASA

મોડાસા – એનાલોગ પનીર મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસનો ધમધમાટ હોટલો અને મીઠાઈની દુકાનોમાં તપાસ, પનીર સહિત ખાદ્યચીજોના નમૂના લેવાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – એનાલોગ પનીર મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસનો ધમધમાટ હોટલો અને મીઠાઈની દુકાનોમાં તપાસ, પનીર સહિત ખાદ્યચીજોના નમૂના લેવાયા

અરવલ્લી: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લી દ્વારા એનાલોગ પનીર અંગે જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. Designated Officer બી.એમ. ગણાવાના સીધા માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર યુ.આર. દરજીએ મોડાસા શહેરની વિવિધ હોટલો અને ખાદ્યચીજોની પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.

 

તપાસ દરમિયાન હોટલ નેશનલ, મેટ્રો હોટલ, સૌરાષ્ટ્ર મીઠાઈ સહિતની સંસ્થાઓમાંથી પનીર, પનીર અંગારા અને પેંડા સહિતના ખાદ્યચીજોના કુલ 3 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પરીક્ષણ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં કુલ 11 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ ખાદ્યચીજોના કુલ 9 સર્વેલન્સ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં તૈયાર સબ્જી/ખોરાકના 6, પનીરનો 1, મીઠાઈનો 1 અને નમકીનનો 1 નમૂનો સામેલ છે.

તપાસ દરમિયાન અરવલ્લી જિલ્લામાંથી એનાલોગ પનીરનો કોઈ જથ્થો મળી આવ્યો નથી, તેમજ જિલ્લામાં એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી કોઈ ઉત્પાદક પેઢી હોવાનું પણ સામે આવ્યું નથી.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ તથા ખાદ્યચીજોના વેપારીઓને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પનીરનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.Designated Officer બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું કે, ખાદ્યચીજોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે નિયમિત તપાસ અને નમૂના લેવાની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!