GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના ફૂડ વિભાગ દ્વારા “પ્રાકૃતિક વેચાણ બજાર” ખાતે ફૂડ સેફ્ટી એવરનેસ પ્રોગ્રામ યોજાયો….

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

*ખેડૂતોને હાઇજેનિક કન્ડીશન અને ફુડ પ્રોસેસ સહિત ફૂડ સેફટી એક્ટ વિશે માહિતગાર કરાયા*

નવસારી,તા.૧૯: નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ, સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે અને પ્રજાને આરોગ્યપ્રદ ખાધ્યચીજ મળી રહે તે માટે નવસારીના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એવરનેસ પ્રોગ્રામનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે. હાલ નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો ઘર આંગણે મળી રહે એ હેતુથી જિલ્લા પંચાયત નવસારી અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે “પ્રાકૃતિક વેચાણ બજાર” ને ગત રવિવારના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તાજેતરમાં નવસારી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડ્મિનિસ્ટ્રેશન,નવસારીના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એવરનેસ પ્રોગ્રામનું આયોજન નવસારી પ્રકૃતિક વેચાણ બજાર,નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને ફૂડ સેફટી એક્ટ અન્વયે હાઇજેનિક કન્ડીશન અને તેઓ દ્વારા પ્રોસેસ કરવામાં આવતી ફૂડ પ્રોડક્ટ અન્વયે ઉપયોગી માહિત આપવામાં આવી હતી. આ સાથે પ્રોસેસ ખાદ્ય પદાર્થો અન્વયે ફૂડ સેફટી એક્ટ અન્વયે નોંધણીની માહિતી નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બનાવેલ ગ્રુપમાં અપલોડ કરી રજીસ્ટ્રેશન કમ્પનું આયોજન કરવામાં આવશે તેમ પણ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ફૂડ વિભાગના અધિકારી કર્મચારી સહિત ખેતીવાડી અધિકારી,બાગાયત અધિકારી અને ખેડૂતો ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!