
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૦૪ મે : મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય માંડવી-કચ્છ માં જુન ૨૦૨૫ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં ધોરણ-૯ થી ૧૨ માં દાખલ થવા ઇચ્છતા વિર્ધાર્થીઓને જણાવવાનું કે છાત્રાલયની માન્ય સંખ્યા ૪૩ ની છે જે પૈકી ૬૦% અનુ જાતી, ૩૦% અનુ.જનજાતી, વિચરતી જાતિ અને ૧૦% આર્થિક રીતે પછાતવર્ગના વિર્ધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ માટે નિયતફોર્મ રૂ.૩નું ગુહપતિ પાસેથી મેળવી અરજીફોર્મમાં માંગેલ વિગતો ભરી તા. ૩૦/૦૫/૨૦૨૬ સુધીમાં ગુહપતિને મોકલી આપવાનું રહેશે.આ છાત્રાલયમાં અનુ.જાતીના વિર્ધાર્થીઓ ઉપરાંત અનુ.જનજાતી, વાલ્મીકી તથા આર્થિક રીતે પછાત સર્વણ સમાજના વિર્ધાર્થીઓ પણ અરજીફોર્મ ભરી સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે.સ્થાનિક માંડવી તથા સલાયાના વિર્ધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ, તેમજ જે ગામમાં અભ્યાસની સગવડ હોય તેઓએ અરજી કરવી નહિ. નાપાસ થયેલ કે પ્રમોશન પાસ થયેલા વિર્ધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ.અરજી કરનાર વિર્ધાર્થીઓએ અરજીફોર્મમાં આપેલ સુચના મુજબ સંપુર્ણ વિગતો-આધારો સાથે તા. ૩૦/૦૫/૨૦૨૬ સુધીમાં અરજીફોર્મ ભરી જવું. અધુરી માહિતીવાળું તેમજ સમય મર્યાદા બહારનું અરજીફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. તેવું મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય સુપ્રિન્ટેન્ડેન્ટની અખબાર યાદીમાં જણાવાયું છે.




