જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું

જૈન સમાજ તરફથી દિલ્હીથી શરૂ થયેલી “શ્રી નેમી ગીરનાર ધર્મ યાત્રા” તા.૧૯/૦૭/૨૦૨૬ ના રોજ જૂનાગઢ ખાતે પહોંચનાર છે. તેમજ ગિરનાર પર્વત ઉપર શ્રી નેમીનાથજી નિર્વાણ દિવસ નિમીતે ગિરનારની પાંચમી ટુંક ઉપર તા.૨૦/૦૭/૨૦૨૬ ના રોજ નિર્વાણ ઉત્સવનો કાર્યક્રમ યોજાનાર છે. આ દરમિયાન યાત્રાળુઓની સલામતી માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર તા.૧૯/૦૭/૨૦૨૬ થી તા.૨૧/૦૭/૨૦૨૬ સુધિ કુલ-૦૩ દિવસ ભવનાથ વિસ્તાર અને ગિરનારની પાંચમી ટુંક સુધીના વિસ્તારમાં જાહેર સુલેહશાંતી રહે તથા તેવા હેતુસર ભારતીય નાગરિક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૩૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત થઇ આવેલ છે.જે અન્વયે ગિરનાર પર્વત ઉપરની પાંચમી ટુંક ખાતે તા.૨૦/૦૭/૨૦૨૬ના રોજ યોજાનાર ભગવાન નેમિનાથ મોક્ષ કલ્યાણ દિવસે જૈન યાત્રિકો દ્વારા પાંચમા શિખર પર ભગવાન નેમિનાથને તેમના પ્રાર્થના અને મોક્ષ કલ્યાણક લાડુ અર્પણ કરવાના કાર્યક્રમ યોજાનાર હોય અને ગીરનાર પર્વત ઉપર ગુરુ દત્તાત્રેયની જગ્યા પાંચમી ટૂંક ખાતે હિન્દુઓની આસ્થાનું પણ કેન્દ્ર હોય આગામી તા. ૧૯/૦૭/૨૦૨૬ થી તા.૨૧/૦૭/૨૦૨૬ સુધી દિન-૩ માટે જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર જાહેરનામું પ્રસિધ્ધ કરવા જણાવેલ છે.જૂનાગઢ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી નિકુંજકુમાર ધુળા દ્રારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે. જે અંતર્ગત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ મુજબ સમગ્ર ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વત ઉપર આવેલ ગુરુદત્તાત્રેય શિખરની ટૂંક સુધીના સમગ્ર વિસ્તારમાં તા.૧૯/૦૭/૨૦૨૬ થી તા.૨૧/૦૭/૨૦૨૬ દરમિયાન કોઈ પણ ઈસમ જે ઉક્ત વિસ્તારમાં રહે છે, આવન જાવન કરે છે, તેવા તમામ લોકોએ ઉક્ત સમયગાળા દરમિયાન સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવું નહીં. હિન્દુ તથા જૈન ધર્મ કે અન્ય કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કોઇ કૃત્ય કરવું નહીં.ધાર્મિક એકતાને ઘાતક હોય તેવા કોઈ કથનો કરવા નહીં કે ભાષણો કે સૂત્રોચાર કે મંત્રોચ્ચાર કરવા નહીં. ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ પરંપરા કે રીતી રિવાજો અમલી કરવા નહીં.કોઈપણ જાતના લાઉડ સ્પીકર કે વાજિંત્રો વગાડવા નહીં કે લોકોની ઉશ્કેરણી થાય તેવા કથનો કરવા નહીં. કોઈપણ ઇસમે પોતાની સાથે ઘાતક હથિયારો કે સાધન સામગ્રી લઈ જવી નહીં.કોઈપણ કોમ, ધર્મના લોકોને શારીરિક, માનસિક ક્ષતિ પહોંચે તેવું કોઈપણ કૃત્ય કરવું નહીં ઉક્ત જાહેરનામું સમગ્ર ભવનાથ વિસ્તાર તથા સમગ્ર ગિરનાર પર્વત તથા તેના તમામ શિખરો પૂરતું અમલી રહેશે. ઉક્ત જાહેરનામું આગામી તા.૧૯/૦૭/૨૦૨૬ થી તા.૨૧/૦૭/૨૦૨૬ના મધ્યરાત્રીના ૨૪:૦૦ કલાક સુધી અમલી રહેશે. ત્યારબાદ જાહેરનામું આપોઆપ રદ ગણાશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્રલ ઠરશે.આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ-અધિકારીને અધિકૃત કરવામાં આવે છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




