GUJARATKAMREJSURATSURAT CITY / TALUKO

ભારે વરસાદની આગાહીને પગલે વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત લોકોની પૂર્વ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ લીધી મુલાકાત

સુરત: સુરત શહેરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કરવામાં આવેલા લોકોની મુલાકાત 158-કામરેજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાવાડિયા સાહેબ દ્વારા લેવામાં આવી હતી.

 

મુલાકાત દરમિયાન વી.ડી. ઝાલાવાડિયાએ સ્થળાંતરિત લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને હાલ મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. શાળામાં રહેતા નાના બાળકો સાથે પણ તેમણે આત્મીયતાથી મુલાકાત કરી હતી અને બાળકોને ચોકલેટનું વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

 

આ ઉપરાંત શાળામાં સ્થળાંતરિત લોકો માટે પીવાનું પાણી, ભોજન, રહેવાની વ્યવસ્થા, આરોગ્ય સહિતની ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર હાલ કેટલી ટીમો કામગીરી કરી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની પણ તેમણે માહિતી મેળવી હતી.

 

ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થળાંતરિત લોકોની સુરક્ષા અને તેમને જરૂરી તમામ સુવિધાઓ સમયસર મળી રહે તે અંગે પણ તેમણે સંબંધિત ટીમો સાથે ચર્ચા કરી હતી.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!