GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ધમકી આપવાના કેસમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કોર્પોરેટર સલીમભાઈ પાનવાલા નિર્દોષ જાહેર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૭.૨૦૨૬

હાલોલ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વર્તમાન ભાજપા ના કોર્પોરેટર સલીમભાઈ ઉર્ફે સરજોન મહમંદભાઈ પાનવાલાને હાલોલની નામદાર કોર્ટે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાંથી મુક્ત કરી નિર્દોષ ઠરાવ્યા છે.આશરે અઢી વર્ષ પહેલાં હાલોલ ખાતે શ્રીજી વિસર્જનના દિવસે પાવાગઢ રોડ પર આવેલા સાઈ મંદિર નજીક તમ્મના ઓટો કન્સલ્ટન્ટ પાસે મંડપ બાંધવા બાબતે હાલોલ ના પાવાગઢ રોડ પર ગાડી લે વેચ ના વેપાર કરતા વેપારી રમીઝ શરીફ કુરેશી સાથે એક વિવાદ સર્જાયો હતો. આ અંગે ફરિયાદીએ સલીમભાઈ ઉર્ફે સરજોન સામે અદાવત રાખી ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવી હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ કેસ હાલોલના મેહરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.બી.જોષી સાહેબની કોર્ટમાં ચાલી જતાં, કોર્ટે આરોપીના વકીલ એમ.એ.મીર સહિત બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળી હતી તેમજ રેકોર્ડ પરના પુરાવાઓ ધ્યાને લીધા હતા. ફરિયાદી પક્ષ આરોપી સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહેતાં અને આરોપીના વકીલ એમ.એ.મીરની ધારદાર દલીલો સાંભળી નામદાર કોર્ટે આરોપી સલીમભાઈ ઉર્ફે સરજોન પાનવાલાને તમામ આરોપોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!