GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઝાંઝરીપૂરાના માજી સંરપચનાં પતિ દ્વારા રક્તદાન કરી એક જિંદગી બચાવી લીધી.માનવતાનું શ્રેષ્ઠ કાર્યની ચારેય તરફ પ્રશંસા.

 

તારીખ ૦૬/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઝાંખરીપૂરા ના પૂર્વ સરપંચના પતિ દિલીપભાઇ એ વોટ્સએપ ગ્રુપમાં લોહીની જરૂરછે તેવો મેસેજ વાંચતા જ રકતદાન કરવા તૈયાર થઈ ગયા.અને પોતાની ગાડી લઇ ગોધરા જઇ જરીરી લોહી આપવાની સુંદર કામગીરી કરી હતી.કાલોલ તાલુકાના ભીખાપુરા ગામના એક આદિવાસી કે જેમને કોઈ અંગત ગણી શકાય તેવુ કોઈ નથી આ વ્યક્તિને ઓપરેશન કરવા માટે નાણાની સગવડ પણ નહોતી કે સરકારી સહાય માટે જરૂરી એવું મા અમૃતમ કાર્ડ પણ એમની પાસે નહોતું આથી આ બાબતની જાણ પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવને થતા તેઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ નો સંપર્ક કરી ડોક્ટર સાથે વાત કરી ઓપરેશન માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. હાલ આ આદિવાસી સમાજના વ્યક્તિ ના સફળ ઓપરેશન બદલ કાલોલ તાલુકા ઝાંખરીપુરાના પૂર્વ સરપંચના પતિ દિલીપભાઈ તથા પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ની આ પ્રસંશનીય કામગીરીને લોકોએ બીરદાવી હતી જે સંકટ સમયે સંકટમોચન બની ઉપયોગી થનાર બંને મહાનુભાવોની આ શ્રેષ્ઠ કાર્ય ની ચારેકોર પ્રસંશા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!