ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલા રબારી ફળિયામા મકાન ની દીવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી.રબારી ફળિયામાં આવેલ મીનાબેન વિપુલ ભાઈ પાટણવાડિયા નામના મહિલાના મકાન ની દીવાલ ધરાશયી થઈ હતી.
દીવાલ ધરાશાઈ થવાની ઘટના સમયે મહિલા તેમજ તેમનો દીકરો ઘર ની બહાર હોવાથી બંનેનો આબાદ બચાવ થયો હતો. સદ નસીબે જાન હાની તળી હતી.
મકાનની દીવાલ ધરાશાયી થતાં મકાન ને ગણું નુકશાન પહોંચ્યું હતું.મહિલાને સરકાર શ્રી દ્વારા કોઈ વળતર મળે એવી માંગ કરાઈ છે.
સમગ્ર શિનોર પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ભારે ભારે વરસાદના કારણે સાધલી ગામે મકાનની દીવાલ ધરાશાઈ થઈ હતી સદનશીબે કોઈ ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાન હાની તળી હતી.જ્યારે. મકાન ની કાચી દીવાલ પડવાથી મકાનને નુકશાન થયું હતું.