GUJARATNANDODNARMADA

રાજપીપળાના સ્ટેટસ કોમ્પલેક્ષની ચાર દુકાનોને વડોદરાની એ. યુ.બેંક દ્વારા સિલ મરાતા વેપારીઓ અટવાયા

રાજપીપળાના સ્ટેટસ કોમ્પલેક્ષની ચાર દુકાનોને વડોદરાની એ. યુ.બેંક દ્વારા સિલ મરાતા વેપારીઓ અટવાયા

 

કોમ્પલેક્ષ બનાવનાર મૂળ માલિકે એ. યુ. બેંક માંથી લોન લીધી હતી જે ભરપાઈનાં કરી અને આં પ્રોપર્ટી વેચી મારી વેપારીઓ ને દોડતા કરી દીધા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજપીપળા શહેરના મુખ્ય માર્કેટમાં આવેલ સ્ટેટસ કોમ્પલેક્ષ વર્ષો પહેલા કાચું પતરવાલું મકાન હતું, સમીરભાઈ પાદરીયાનાં માતાના નામે આ પ્રોપર્ટી હોય જેને નવું બનાવી દુકાનો નીચે ૩ ને ઉપર ૩ મળી ૬ દુકાનો અને ઉપર રહેવાનું એમ બે માળનો કોમ્પલેક્ષ બનાવી દુકાનો નું વેચાણ કરી દીધું હતું. પરંતુ આ પહેલા આં પ્રોપર્ટી પર વડોદરાની એ.યુ. બેંક માંથી લોન લીધી હતી.

જેનું અંદાજિત ૨૫ લાખ રૂપિયા ભરવાના બાકી હોય બેંક દ્વારા વડોદરાથી પોલીસ પ્રોટેક્શન સાથે આં પ્રોપર્ટી ને સિલ મારવા બેંકના કર્મચારીઓ આવ્યા હતા. માર્કેટમાં દુકાનો ખુલ્લી અને દુકાનો માં ભરચક માલ ભરેલો હોય અચાનક દુકાનોને સીલ મારવા બેંકના કર્મચારીઓ આવતા દુકાનદારો ફફળી ઉઠ્યા હતા. કેમકે તેમને આં પ્રોપર્ટી નાં મૂળ માલિકને પૂરા રૂપિયા આપી દસ્તાવેજ પણ કરાવી લીધા હતા. અને સીટી સર્વેમાં આં પ્રોપર્ટી પર કોઈ બીજો પણ નાં બોલતા આં વેપારીઓ એ દુકાનો લીધી પંરતુ આજે તેમની દુકાનો સીલ વાર્ગી જતાં ૪ દુકાનદારો મુશ્કેલમાં મુકાઈ ગયા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે. કે પોતે જે મિલકત પર લોન લઈ ને મકાન બનાવ્યું અને એ લોન ભાપાઈ કર્યા વગર મિલકત વેચે તો મૂળ માલિક ગુનેગાર ઠરે, અને આં દુકાનદારોને દસ્તાવેજ કરી આપ્યા હોય તો છેતરપિંડી નો કેશ બને પંરતુ મૂળ માલિક રાજપીપળા માં જ રહેતા હોય દુકાનદારો તેમને મળતા બેંકની જે બાકી રકમ છે. તે ચૂકવી પ્રોપર્ટી છૂટી કરી સિલ ૨ દિવસમાં ખોલાવી આપી તેમની મિલકત અપાવવા લેખિત બાંહેધરી પણ આપી હોય દુકાનદારો ને હાશકારો થયો છે. હવે જોવાનું એ રહ્યું કે મૂળ માલિક ક્યારે બેંકના નાણાં ભરી આ મિલકત છોડાવી વેપારીઓ ને પરત કરે છે ત્યાં સુધી વેપારીઓનો જીવ અધ્ધર રહેશે.

 

Back to top button
error: Content is protected !!