GUJARAT

ડેડીયાપાડાના માચ ચોકડી પાસેથી ચોરીની પાંચ મોટરસાયકલ સાથે ચાર શકમંદ ઇસમો ઝડપાયા

ડેડીયાપાડાના માચ ચોકડી પાસેથી ચોરીની પાંચ મોટરસાયકલ સાથે ચાર શકમંદ ઇસમો ઝડપાયા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા એલ.સી.બી.ની ટીમ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી માહીતે મળેલ કે, સાગર હરીભાઇ ચૌહાણ રહે. અસાલીપાડા તા.નવાપુર જી.નંદુરબારનાનો પોતાના સાગરીતો મારફતે મહારાષ્ટ્રથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરીને લાવેલ મોટર સાયકલો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના માચ પાટીયા ખાતે વેચાણ કરવાના ઇરાદે આવતા હોવાની બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા માચ પાટીયા પાસે વોચ તેમજ નાકાબંધીમાં હતા દરમ્યાન (૧) સાગરભાઇ હરીભાઇ ચૌહાણ રહે. અસાલીપાડા તા.નવાપુર જી.નંદુરબાર (૨) રોહીતભાઇ વિષ્ણુભાઈ વલવી રહે. ઉમજ તા.જી.નંદુરબાર (૩) પિકેશ વિજયભાઇ ગાવીત રહે.જલખા તા.જી.નંદુરબાર (૪) નિર્જન જુગનુ ગાવીત રહે. અસાલીપાડા તા.નવાપુર જી. નંદુરબાર નાઓને ઝડપી પાડી તેઓ પાસેની મોટર સાયકલ બાબતેના સાધનિક કાગળોની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી આપતા હોય આ મોટર સાયકલો આ તમામ ઇસમોએ પોતાના અંગત ફાયદા સારૂ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા સદર ઇસમો પાસેથી કુલ-૫ મોટર સાયકલો સાથે આરોપીઓની અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!