સાયલા ખાતે તા.૨૯ મેના રોજ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન
કેમ્પમાં મોતિયા, માતા અને બાળ આરોગ્ય, આંખ, મોં, કાન, નાક અને ગળાને લગતી સેવાઓ, મેન્ટલ હેલ્થ, ચામડીના રોગો સહિતની નિદાન સેવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે.
તા.27/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કેમ્પમાં મોતિયા, માતા અને બાળ આરોગ્ય, આંખ, મોં, કાન, નાક અને ગળાને લગતી સેવાઓ, મેન્ટલ હેલ્થ, ચામડીના રોગો સહિતની નિદાન સેવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે.
મિશન અંત્યોદયના સંકલ્પને અનુસરીને દરેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓને સર્વગ્રાહી પણે સરળતાથી ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે વિવિધ આરોગ્ય સેવાઓની યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને દરેક ગામમાં વિશેષ આરોગ્ય સંભાળ સેવાઓને સર્વેને માટે ઉપલબ્ધ કરવાના હેતુસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે “આયુષ્માન-ભવ: અભિયાનની યોજના અમલી કરી છે રાષ્ટ્રીય આરોગ્ય નીતિની પરિકલ્પના મુજબ આઉટરીચ સેવાઓને મજબૂત કરવા તેમજ ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર મળી રહે અને મેડીકલ કોલેજો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો વચ્ચે સુમેળ સંઘાય તે હેતુથી આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત મેડિકલ કોલેજો દ્વારા તમામ ગ્રામ્ય તેમજ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન આરોગ્ય શિબીરનું આયોજન કરવાની પહેલ કરવામાં આવી છે આયુષ્માન ભવ: અંતર્ગત સી.યુ.શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરના ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર-સાયલા ખાતે તા.૨૯ મે (ગુરુવાર)ના સવારે ૯.૦૦ કલાક થી બપોરે ૦૨.૦૦ કલાક સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ-આયુષ્માન આરોગ્ય શિબીર યોજાશે આ મેડીકલ કેમ્પમાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરના નિષ્ણાંત તબીબી ડૉકટરોની ટીમ કે જેમાં મેડીસીનના તજજ્ઞ ડૉક્ટર, સ્ત્રીરોગ તજજ્ઞ ડૉક્ટર, બાળરોગ તજજ્ઞ ડૉક્ટર, જનરલ સર્જરીના તજજ્ઞ, કાન-તાક-ગળાના તજજ્ઞ ડૉક્ટર, આંખને લગતાં રોગોના તજજ્ઞ ડૉક્ટર, માનસિક રોગ તજજ્ઞ ડૉક્ટર, ચામડીના રોગોના તજજ્ઞ ડૉક્ટર, એનેસ્થેટીસ્ટ, ડેન્ટલ તજજ્ઞ ડૉક્ટર ટીમ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવશે આ મેડીકલ કેમ્પમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-સાયલા ખાતે તમામ પ્રકારની સેવાઓ જેવી કે જનરલ OPD, ઓપરેશનની સેવાઓ મુખ્યત્વે મોતિયા, હાઈડ્રોસિલ અને ફેમેલી પ્લાનીંગના ઓપરેશન, માતા અને બાળ આરોગ્ય, આંખ, મોં, કાન, નાક અને ગળાને લગતી સેવાઓ, મેન્ટલ હેલ્થ, ચામડીના રોગો, નિદાન સેવાઓ તેમજ અન્ય સ્વસ્થ જીવનશૈલી પ્રાણાલી વગેરે સેવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે સાયલા તાલુકા અને ગ્રામીણ વિસ્તારોના જરુરીયાતમંદ તમામ લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે આશયથી તાલુકાની જાહેર જનતાને આ કેમ્પનો અચૂક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.