ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ખ્વાજા મકબુલશફી ખાનકાહ (દરગાહ) તરફથી નિઃશુલ્ક (મફત) સર્વરોગ હોમીયોપેથી મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હોમીયોપેથી મેડીકલ કેમ્પ નો લાભ દરેક ધર્મ-જાતિ ના દર્દીઓ માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ખ્વાજા makbul શફી દરગાહ આયોજકો તરફથી યોજાયેલા નિદાન કેમ્પ માં દર્દીઓ ને ફ્રી ચેકઅપ કરી નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી.
શિનોર નાનીભાગોળ, ખ્વાજા મકબુલશફી દરગાહ ખાતે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે આ હોમિયો પેથીક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.
સર્વરોગ હોમિયોપેથીક મેડીકલ કેમ્પ માં હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા ફ્રી માં સેવા આપવામાં આવતી હોય છે.
સર્વ નિદાન હોમિયોપેથીક કેમ્પ માં શિનોર સહિત શિનોર તાલુકા ના ગામડાઓ ના દર્દીઓના દર્દીઓ આ કેમ્પ નો મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે.આ હોમિયોપેથીક કેમ્પ સવારે ૧૦:૦૦ થી બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાતો હોય છે.
આ દર મહિને થતા ફ્રી હોમિયોપેથીક નિદાન કેમ્પ માં ડો.રેશમા દીવાન BHMS (વડોદરા), ડો.નશરીન દીવાન BHMS (વલણ) સહિત મેડિકલ ટિમ ફ્રી માં દર્દીઓ ની સેવા કરવામાં આવતી હોય છે.