ગાંધીધામ તાલુકાના મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઇને કંડલા પોર્ટ તરફ જતા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ પ્રતિબંધ પ્રાથમિક જાહેરનામું જારી કરાયું
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ગાંધધામ કચ્છ.
ગાંધીધામ તા-30 નવેમ્બર : નાયબ મુખ્ય ઈજનેરશ્રી, ગતિશકિત, અમદાવાદ વિભાગ પશ્ચિમ રેલ્વે ધ્વારા એલ.સી. નં.૨૩૫ ખાતે આર.ઓ.બી.ના બાંધકામ અન્વયે એલ.સી.નં. ૨૩૫વાળો રસ્તો બંધ કરી ભારે વાહનોના ડાયવર્ઝન બાબતેની રજુઆત અત્રે મળેલ હતી. જેને અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ. ગાંધીધામ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અંજાર મારફત તપાસ કરાવતા મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઈને આઈ.ઓ.સી.એલ./બી.પી.સી.એલ./એચ.પી.સી.એલ ઓઈલ ટર્મીનલ થઈ કંડલા પોર્ટ તરફ જતો રસ્તો ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત કરી એલ.સી. નં. ૨૩૫ની બાજુમાં નાના વાહનો માટે વૈકલ્પિક રસ્તો બનાવી તેનો ઉપયોગ કરવા તથા ભારે વાહનો માટે કંડલા આવવા-જવા માટે નેશનલ હાઇવે-૧૪૧નો ઉપયોગ કરી સ્મશાન પુલથી ગળપાદર પુલીયા ઉપરથી બાયપાસ કંડલા ઝોન ગોલાઈથી આગળ કંડલા જવા તેમજ કંડલા નવા બનાવેલ પુલથી કંડલા પોલીસ સ્ટેશન વિસ્તારના દરેક ભાગમાં જઈ શકાય તેમ છે તેવી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત ધ્યાને લેતા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.આથી હું અમિત અરોરા, આઈ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ ભુજ ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઇને આઈ.ઓ.સી.એલ./બી.પી.સી.એલ/એચ પી.સી.એલ. ઓઈલ ટર્મીનલ થઈ કંડલા પોર્ટ તરફ જતા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ પ્રતિબંધીત કરી તેની અવેજીમાં મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઈને આઈ ઓ.સી.એલ./બી.પી.સી.એલ./એચ પી.સી.એલ ઓઈલ ટર્મીનલ થઈ કંડલા પોર્ટ તરફ જતા રસ્તા પર એલ.સી.નં.૨૩૫ની બાજુમાં આવેલ કામચલાઉ રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો સિવાયના તમામ વાહનો આવ-જા કરી શકશે. ભારે/અતિભારે વાહનો કંડલા આવવા-જવા માટે નેશનલ હાઈવે-૧૪૧નો ઉપયોગ કરી સ્મશાન પુલથી ગળપાદર પુલીયા ઉપરથી બાયપાસ કંડલા ઝોન ગોલાઈથી આગળ કંડલા જવા તેમજ કંડલા નવા બનાવેલ પુલથી કંડલા પોલીસ સ્ટેશન વિસ્તારના દરેક ભાગમાં અવર-જવર કરી શકશે. ભારે/અતિભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરેલ છે. આ હુકમની અંદર ભારે/અતિભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે.આ હુકમ સામે કોઈ શખ્સને વાંધો કે સુચન હોય તો તેઓએ પોતાના વાંધાઓ કે સૂચનો આ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૩૦ (ત્રીસ) દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી, કચ્છ-ભુજની કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. ત્યારબાદ આવેલ વાંધા કે સૂચનો ધ્યાને લેવામાં આવશે નહી અને આખરી જાહેરનામું બહાર પાડવામાં આવશે.આ જાહેરનામાંથી પ્રતિબંધિત થતા વાહનો પૈકીના વાહનોને મુક્તિ આપવા માટેના અધિકાર પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ-ગાંધીધામને રહેશે.