હાલોલ:શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમા ની તડામાર તૈયારીઓ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૪
હાલોલ તાલુકાના શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે રવિવાર ના રોજ ભક્તિ પૂર્ણ માહોલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થનાર છે. તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમા નું આયોજન શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.લાખોની સંખ્યામાં ભક્તો ગુરુ વંદના કરવા આવનાર હોય આયોજકો દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ગુરુપૂર્ણિમા ના રોજ તાલુકાના તાજપુરા ખાતે આવેલ બ્રહ્મલીન પ.પૂ.નારાયણ બાપુ ની સમાધિ ખાતે ગુરુ વંદના કરવા લાખોની સંખ્યામાં ગુરુભક્તો ઉમટી પડતા હોય છે.જ્યારે ચાલુ વર્ષે ગુરુપૂર્ણિમાના રોજ વહેલી સવારથી ભક્તિ સભર કાર્યક્રમ શરૂ થશે જેમાં પ. પૂ.બ્રહ્મલીન નારાયણ બાપુજીની પાદુકા પૂજન તેમજ અભિષેક તેમજ પૂ. બાપુજીની પાલખી યાત્રા તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી આંબાવાડી (આમ્રકુંજ) ખાતે શરૂ કરવામાં આવશે તેમ આયોજકો જણાવી રહ્યા છે.જ્યારે રવિવાર તા.૨૧.૭ ના રોજ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં ભકતોની વિશેષ હાજરી ને લઈને મહાપ્રસાદી ની તડામાર તૈયારીઓ છેલ્લા સાત દિવસથી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.જ્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ઉમટી પડવાના હોય મહાપ્રસાદી માટે ૪૦૦૦, કિલો ની બુંદી ૪૦૦૦ કિલો ના ગાંઠિયા ૨૦૦ મણ ચોખાનો ભાત ૧૫૦ મણ નું શાક,૫૦,મણ તુવેરદાળની દાળ ,૪૦ મણ વાલ બનાવવામાં આવનાર છે.જ્યારે ગૌરીવ્રત ચાલતું હોય દર્શને આવનારા કુવારીકાઓને ફરાળ માટે ૫૦૦૦ પેકેટ બટાકા ની વેફર ૭૦ મણ કેળા તેમજ ગાયના ઘીની ૪૦૦ કિલો લાપસી અલગથી ફરાળ માટે બનાવવામાં આવનાર છે. જયારે ૩૦૦ કીલો.માવા ના પેડા ગૌરીવ્રતની કુવારીકાઓ માટે બનાવવામાં આવનાર છે આ તમામ પ્રસાદી ની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જ્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ગુરુ વંદના કરવા આવનાર હોય ભક્તોની સુરક્ષા ને લઈને હાલોલ પોલીસ દ્વારા તાજપુરા ને જોડતા બંને માર્ગો વાસેતી તેમજ ગોપીપુરા માર્ગના પ્રવેશ દ્વારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.જે અંતર્ગત ૧. ડીવાયએસપી, ૩,પી.આઇ, ૮, પી.એસ.આઇ. એસ ઓ જી, એલ સી બી તેમજ ૧૩૫, પોલીસ જવાન તેમજ ૨૦૦, હોમગાર્ડ જી.આર.ડી જવાની આમ કુલ મળી ૩૫૦, ઉપરાંત પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની કામગીરીને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જ્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા વાંસેતી થી તાજપુરા તરફ નો માર્ગ વન વે કરવામાં આવનાર હોવાનું એટલે કે વાંસેતિ થી તાજપુરા વાહનો જઈ શકશે જ્યારે તાજપુરા થી ગોપીપુરા તરફ વાહનો રવાના કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.