BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં જુગાર રમતા 8 ઝડપાયા:સિધ્ધનાથ મહાદેવ મંદિર સામેથી મહિલાઓ સહિત જુગારીઓની ધરપકડ, રોકડા અને મોબાઈલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એ ડિવિઝન પોલીસે લોઢવાડના ટેકરા વિસ્તારમાં સિધ્ધનાથ મહાદેવ મંદિર સામેથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 87 હજાર અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મંદિર સામેની ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં વેજલપુર પારસીવાડના રોહિત મિસ્ત્રી, ઉમેશ જાદવ, શિવમ મકવાણા, નૈયના વસાવા, આનંદ વસાવા, ગૌરી મકવાણા, સલીમ કુરેશી અને ઇસ્માઇલ ઉર્ફે અન્ના શેખનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!