BHARUCHGUJARATJHAGADIYA

બામલ્લ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

બામલ્લ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર શાળામાં મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, શાળાના આચાર્ય આશિષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગ દર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું તેમજ શાળામાં ફરજ બજાવતા સંગીત શિક્ષક ભાવેશ કુમારના માર્ગ દર્શન હેઠળ પ્રથાના તેમજ ગાંધીજીનું પ્રીય ભજન” વૈષ્ણવજન તો” પ્રસ્તુત કરવા માં આવ્યુ હતું, શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન અયાન ખોખર ગાંધીજીના જીવનને ઉજાગર કરતી વાતો વિદ્યાર્થીઓને સમજાવી હતી તેમજ સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઇ હતી, શાળાના આચાર્યએ વિધાર્થીઓને સફાઇનું ગાંધીજીના જીવનમાં શું મહત્વ હતું એ સમજાવી વિદ્યાર્થી પ્રેરણા વચનો આપ્યા હતા, સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!