GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ મનપાએ 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ડોલસેલ વેપારી પાસેથી 10 હજાર દંડ વસૂલ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૦૩ ફેબ્રુઆરી : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ‘વિઝીબલ ક્લીનલીનેસ’ કાર્યક્રમ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આદિપુર ની પ્લાસ્ટિક હોલસેલ વેપારીની દુકાન માંથી તપાસ દરમિયાન 120 માઈક્રોનથી ઓછી ગુણવત્તાવાળું અંદાજે 250 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ નિયમ ભંગ બદલ કુલ ₹10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ બનાવવા આવી કાર્યવાડી આગામી સમયમાં પણ ચાલુ રાખવા મા આવશે. તેમજ મનપા દ્વારા તમામ વેપારીઓને સુચના આપવામાં આવે છે કે, ડોલસેલ માથી ૧૨૦ માઈક્રોન થી વધારે ની જાડાઈ વાળું પ્લાસ્ટિકની ખરીદ/વેચાણ કરવામાં આવે. તેવું મહાનગરપાલિકા ની અખબારયાદીમાં અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!