GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં વરસાદે ચાર હજાર ગામોના ખેડૂતોનો ઉભો પાક ધોવાયો

ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ

ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં વરસાદે વિનાશ નોતર્યો છે. શ્રાવણ માસમાં પડેલા અવિરત વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકો બળીને ખાખ થઇ ગયો છે. હજુ પણ રાજ્યમાં અતિવૃષ્ટીનો કહેર યથાવત છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મેઘતાંડવ થઇ રહ્યું છે. વરસાદે રાજ્યમાં ખેડૂતોને પાયમાલ કરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કુદરતના પ્રકોપથી ગુજરાતનો ખેડૂત લાચાર બન્યો છે. અતિવૃષ્ટિનો કહેરથી ચાર હજાર ગામોમાં પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં મગફળી, કપાસ, શેરડી પકવતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ડાંગર, શાકભાજી સહિતના પાકો પણ વરસાદી પાણીમાં ધોવાઇ ગયા છે. ખેડૂતોને ઉભા પાક ઉપરાંત ખેતરોમાં જમીનનું ધોવાણ થવાનો બેવડો માર સહન કરવો પડ્યો છે. ગુજરાતમાં અતિવૃષ્ટીના કારણે રાજ્યમાં ખેડૂતો અને ખેતીને મોટુ નુકસાન પહોંચ્યુ છે.

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!