GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

૭૫મા પ્રજાસત્તાક દિનના મહોત્સવની ગાંધીનગર ખાતે હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

આપણા દેશમાં ૨૬ જાન્યુઆરીની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. ૭૫મા પ્રજાસત્તાક દિનના મહોત્સવની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીમા જનભાગીદારી પ્રેરીત કરવા સેક્ટર-૨૨, વાસ્તુનિર્માણ સોઆયટી, ગાંધીનગર ખાતે હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. યોગ ક્લાસની મહિલાઓ, સામાજિક કાર્યકરો, પ્રતિષ્ઠિત અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને નાના ભુલકાઓની ઉપસ્થિતિમા સૌ પ્રથમ ધ્વજવંદનને સલામી આપી રાષ્ટગીત સાથે પ્રાણથી પણ પ્યારા તિરંગાનુ દરેક નાગરિકો દ્વારા પુષ્પ વર્ષાથી બહુમાન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમના આયોજક શ્રી અનિલ કક્કડએ પોતાના સંબોધનમા બંધારણની રચના સમજાવતા ઉમેર્યુ હતુ કે વર્ષ ૨૦૨૪ના પ્રજાસત્તાક દિનની થીમ ‘વિકસિત ભારત’ અને ‘ભારત – લોકશાહીની માતા’ છે. અનેક જાતિઓ, સમુદાયો, ભાષાઓ હોવા છતાં એક પ્રજાસત્તાક દેશ તરીકે આપણે સફળ નીવડ્યા છીએ. ભારતએ વિશ્વની પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક છે. તે મધર ઑફ ડેમૉક્રસી ગણાય છે અને એક લોકશાહી તરીકે તો આપણે યુવાન છીએ. તે હકીકતની યાદ અપાવી હતી.  માજી કોર્પોરેટર હર્ષાબા ધાંધલ, પારા લીગલ વોલ્યુન્ટીયરસ(PLV) દક્ષા પટેલ, યોગ ટીચર સ્નેહા પટેલના સાથ-સહકારથી આયોજિત કાર્યક્રમમા પ્રાસંગિક પ્રવચનો, નાના બાળકોએ રજુ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, પુરસ્કાર વિતરણ અને યોજાયેલ રેલીમા “ વંદે માતરમ “ “ ભારત માતા કી જય “ “ આઝાદ ભારત અમર રહો “ ના નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બની જવા પામ્યુ હતુ.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!