GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

શિક્ષકો પાસે ક્લાર્ક જેવા અન્ય બિન શૈક્ષણિક કામો ન કરાવો : અંદાજ સમિતિ

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના રિપોર્ટમાં સરકારના નર્મદા-જળસંપત્તિ, ગૃહ અને શિક્ષણ વિભાગની કેટલીક ખામીઓ સામે આવી છે, જેની પૂર્તતા માટે સરકારને ભલામણ કરી છે. આ સમિતિએ જે સ્કૂલમાં ક્લાર્ક ન હોય ત્યાં શિક્ષકને તેની જવાબદારી નહીં સોંપવા સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. એવી જ રીતે શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની યોજના તાજેતરમાં પાછી ખેંચી લેવામાં આવી છે તે ચાલુ કરી પ્રવાસી શિક્ષકો અંગે ચોક્કસ નીતિનું ઘડતર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજીતરફ દર ત્રણ મહિને પોલીસ સલાહકાર સમિતિની બેઠક મળતી નહીં હોવાનો ખેદ વ્યક્ત કરી જોગવાઇનો અમલ કરવા સરકારને ભલામણ કરવામાં આવી છે. ત્રણ વિભાગો માટે અંદાજ સમિતિએ 29 જેટલી ભલામણ કરી છે.

અંદાજ સમિતિની મુખ્ય ભલામણો

  • શિક્ષકોના અપગ્રેડેશન માટે દર વર્ષે વર્કશોપ કરવા.
  • સ્કૂલોમાં ઘટતી ભૌતિક સુવિધામાં સુધારો કરવો.
  • શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ નિયમિત શાળામાં હાજરી આપે તેવી વ્યવસ્થા ગોઠવવી.
  • માનદ વેતનથી પ્રવાસી શિક્ષકો માટે નીતિ તૈયાર કરો.
  • જે સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે ત્યાં પૂર્ણ સમયના શિક્ષકોની ભરતી કરો.
  • શિક્ષકને શિક્ષણ સિવાયની વધારાની જવાબદારી આપવામાં ન આવે.
  • દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિયુક્તિ કરવી.
  • અંતરિયાળ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેવું આયોજન.
  • પ્રાથમિક-માધ્યમિક શાળામાં ખૂટતા વર્ગખંડો તત્કાલ બાંધવા જોઇએ.
  • ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં વર્ગખંડો વધારવાની દરખાસ્તો અંગે ઝડપી કાર્યવાહી કરો.
  • સિંચાઇ, વન અને જળસંપત્તિ વિભાગ જંગલ વિસ્તારમાં પાણીના નવા સ્ત્રોત ઉભા કરે.
  • પાઇપલાઇનમાં જ્યાંથી પાણી દાખલ થાય છે ત્યાં મીટર મૂકવામાં આવે.
  • બોર ફેઇલ થતાં એસસી વિસ્તારમાં લોકફાળાની અઢી ટકા રકમમાં મુક્તિ.
  • MLAની ગ્રાન્ટમાંથી CCTV માટે આપેલી રકમમાંથી 15 ટકા મરામત માટે અલગ રાખો.
  • તકેદારી આયોગની કામગીરી ઝડપી બને તે માટે સરકાર પગલાં ભરે.
  • પોલીસ સલાહકાર સમિતિની દર ત્રણ મહિને બેઠક મળવી જોઇએ.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!